31 January, 2023 04:38 PM IST | Mumbai | Gujarati Mid-day Correspondent
સુસ્મિતા સેન
સુસ્મિતા સેને વેબ-સિરીઝ ‘આર્યા 3’નું શૂટિંગ શરૂ કર્યું છે. આ સિરીઝ ડિઝની+હૉટસ્ટાર પર રિલીઝ થશે. આ શોને રામ માધવાણી ડિરેક્ટ કરે છે અને અમિતા માધવાણી અને સિયા ભુયન પ્રોડ્યુસ કરી રહ્યાં છે. આ શોમાં તે ધમાકેદાર કૅરૅક્ટરમાં દેખાવાની છે. એની ઝલક તેણે ઇન્સ્ટાગ્રામ પર શૅર કરી છે. એમાં તે બિન્દાસ સિગાર ફૂંકતી દેખાય છે. આ ક્લિપને ઇન્સ્ટાગ્રામ પર શૅર કરીને સુસ્મિતાએ કૅપ્શન આપી હતી, ‘તે પાછી આવી રહી છે અને તે બિઝનેસ લઈને આવવાની છે. ‘આર્યા 3’નું શૂટિંગ શરૂ કરવામાં આવ્યું છે. આ સિરીઝ ડિઝની+હૉટસ્ટાર પર ટૂંક સમયમાં દેખાશે.’
‘આર્યા 3’ને લઈને સુસ્મિતાએ કહ્યું કે ‘મારા નામનો ‘આર્યા’ એ પર્યાય બની ગયો છે. બે સીઝનમાં હું આર્યા બની છું. દર્શકો પાસેથી મળેલો પ્રેમ મને પ્રોત્સાહન આપે છે. ‘આર્યા 3’ના સેટ પર આવવું મને ઘરે આવવા જેવું લાગ્યું છે અને મને એ સશક્તિકરણની લાગણી આપે છે.’