26 April, 2023 04:36 PM IST | Mumbai | Gujarati Mid-day Correspondent
સુસ્મિતા સેન
સુસ્મિતા સેને ‘આર્યા’ની ત્રીજી સીઝનનું શૂટિંગ જયપુરમાં શરૂ કર્યું છે. આ ફિલ્મને રામ માધવાણી કો-પ્રોડ્યુસ અને કો-ડિરેક્ટ કરી રહ્યો છે. આ શોમાં સુસ્મિતા ટાઇટલ રોલ ભજવી રહી છે. પહેલી બે સીઝનને ખૂબ જ પસંદ કરવામાં આવી હતી અને એથી જ એની ત્રીજી સીઝન પણ બનાવવામાં આવી રહી છે. તેના પતિના મર્ડર બાદ આર્યા તેના બિઝનેસને કેવી રીતે સંભાળે છે અને તે પોતે એક શેરનીની જેમ હિમ્મતવાન બનીને કેવી રીતે ડ્રગ્સના માફિયા અને અન્ય ગુંડાઓ સામે લડત આપશે એની સ્ટોરી આ સીઝનમાં રજૂ કરવામાં આવશે. આ શોની ઘણા સમયથી રાહ જોવામાં આવી રહી હતી, પરંતુ સુસ્મિતાની હેલ્થને લઈને શૂટિંગ થોડા સમય માટે લંબાવવામાં આવ્યું હતું. આ શોમાં તેની સાથે સિંકદર ખેર પણ જોવા મળશે.