midday

મુઝે લગતા હૈ કિ અબ નયા કલેશ કરવાને વાલા બંદા તલાશ કરેંગે

24 May, 2024 12:09 PM IST  |  Mumbai | Gujarati Mid-day Correspondent

ધ ફૅમિલી મૅન 3માં જોવા મળશે કે નહીં એ વિશે શરદ કેળકરે કહ્યું...
‘ધ ફૅમિલી મૅન’ની બીજી સીઝનમાં અરવિંદના રોલમાં શરદ જોવા મળ્યો હતો

‘ધ ફૅમિલી મૅન’ની બીજી સીઝનમાં અરવિંદના રોલમાં શરદ જોવા મળ્યો હતો

મનોજ બાજપાઈ‌ની વેબ-સિરીઝ ‘ધ ફૅમિલી મૅન 3’નું શૂટિંગ શરૂ થઈ ગયું છે. એમાં શરદ કેળકર જોવા મળશે કે નહીં એ વિશે તો તેને પણ કોઈ ચોક્કસ માહિતી નથી. આ ત્રીજી સીઝનમાં મનોજની સાથે પ્રિયામણિ અને શારીબ હાશ્મી પણ જોવા મળશે. મનોજ બાજપાઈ‌એ અગાઉ કહ્યું હતું કે આ નવી સીઝન શાનદાર રહેશે. ‘ધ ફૅમિલી મૅન’ની બીજી સીઝનમાં અરવિંદના રોલમાં શરદ જોવા મળ્યો હતો. ‘ધ ફૅમિલી મૅન’ની ત્રીજી સીઝનમાં પોતે જોવા મળશે કે નહીં એ વિશે શરદ કેલકર કહે છે, ‘મને એ વિશે કાંઈ ખબર નથી. એ વિશે તો કોઈ સમાચાર પણ નથી. મેં અનાઉન્સમેન્ટ વિશે તો સાંભળ્યું છે, પરંતુ કોઈએ મને ઇન્ફૉર્મ નથી કર્યું. એથી કોઈ માહિતી નથી. મુઝે લગતા હૈ ‌કિ અબ નયા કલેશ કરવાને વાલા બંદા તલાશ કરેંગે. જોકે એ ‘ધ ફૅમિલી મૅન’ની બીજી સીઝનની સરખામણીએ વધુ સારી અને મોટી બનશે. મેકર્સ સાથે મારી કોઈ મીટિંગ્સ કે ચર્ચા નથી થઈ. એથી મારો રોલ એમાં લખાયો છે કે નહીં, હું એમાં છું કે નહીં એની કોઈ માહિતી નથી. હું કદી પણ ખોટું નથી બોલતો એથી હું જે કાંઈ પણ કહું છું એ સાચું જ કહું છું.’

Whatsapp-channel
sharad kelkar priyamani manoj bajpayee amazon prime web series