સાઉથ કોરિયાના પ્રખ્યાત ફિલ્મ ફેસ્ટિવલમાં હીરામંડી બે કૅટેગરીમાં નૉમિનેટ થઈ

31 August, 2024 09:29 AM IST  |  Mumbai | Gujarati Mid-day Correspondent

આ સિરીઝ ૧ મેએ નેટફ્લિક્સ પર રિલીઝ થઈ હતી.

હીરામંડી:  ધ ડાયમન્ડ બાઝાર

સંજય લીલા ભણસાલીની સિરીઝ ‘હીરામંડી:  ધ ડાયમન્ડ બાઝાર’ને સાઉથ કોરિયામાં યોજાનારા બુસાન ઇન્ટરનૅશનલ ફિલ્મ ફેસ્ટિવલમાં બે કૅટેગરીમાં નૉમિનેશન મળ્યું છે એથી તેમણે આભાર વ્યક્ત કર્યો છે. આ સિરીઝ ૧ મેએ નેટફ્લિક્સ પર રિલીઝ થઈ હતી. સિરીઝમાં મનીષા કોઇરાલા, સોનાક્ષી સિંહા, સંજીદા શેખ, રિચા ચઢ્ઢા અને અદિતિ રાવ હૈદરી લીડ રોલમાં જોવા મળી હતી. આ સિરીઝની બીજી સીઝનની તૈયારી શરૂ થઈ ગઈ છે. બુસાન ઇન્ટરનૅશનલ ફિલ્મ ફેસ્ટિવલ ૬ ઑક્ટોબરે આયોજિત થવાનો છે. એશિયા કન્ટેન્ટ્સ અવૉર્ડ્સ અને ગ્લોબલ OTT અવૉર્ડ‍્સની કૅટેગરીમાં સિરીઝને નૉમિનેશન મળ્યું છે એથી ખુશી વ્યક્ત કરતાં સંજય લીલા ભણસાલી કહે છે, ‘એશિયા કન્ટેન્ટ્સ અવૉર્ડ‍્સ માટે નૉમિનેશન મળવું એ સન્માનની વાત છે. આ માન મળવા બદલ હું જ્યુરી અને દર્શકોનો આભારી છું.’

entertainment news bollywood sanjay leela bhansali bollywood events web series