Heeramandi 2: નેટફ્લિક્સે કરી `હીરામંડી`ની બીજી સિઝનની જાહેરાત, હવે દેખાશે...

03 June, 2024 01:04 PM IST  |  Mumbai | Gujarati Mid-day Online Correspondent

હીરામંડીની પહેલી સીઝન જ્યાં પૂરી થાય છે અને જ્યાં આલમઝેબ ગર્ભવતી હોવાના સમાચાર દાદીને સંભળાવે છે. બિબ્બોજાન અંગ્રેજોનો સામનો કરતાં મારી નાખવામાં આવી છે. તાજદારના લગ્ન આલમેબ સાથે થતાં અટકાવવા માટે તેના પિતા તેને પોલીસને હવાલે કરી દે છે.

સંજય લીલા ભણસાલી (ફાઈલ તસવીર)

હીરામંડીની પહેલી સીઝન જ્યાં પૂરી થાય છે અને જ્યાં આલમઝેબ ગર્ભવતી હોવાના સમાચાર દાદીને સંભળાવે છે. બિબ્બોજાન અંગ્રેજોનો સામનો કરતા મારી નાખવામાં આવી છે. તાજદારના લગ્ન આલમેબ સાથે થતા અટકાવવા માટે તેના પિતા તેને પોલીસને હવાલે કરી દે છે. તાજદાર પણ અંગ્રેજોની ધોલાઈથી પોલીસની અટકમાં છે મૃત્યુ પામે છે.

Hiramandi Season 2: આ આખો ઘટનાક્રમ લાહોરનો છે. સીરિઝની પહેલી સીઝન જ્યાં પૂરી થાય છે જ્યાં આઝાડીનો સંઘર્ષ પોતાના ચરમ પર છે. સ્ટોરી હવે લાહોરથી આગળ વધશે, અને એ જોવું રસપ્રદ રહેશે. કહેવામાં એ પણ આવે છે કે સીરિઝના નિર્માતા-નિર્દેશક સંજય લીલા ભણસાલી સીઝન 2ને દિલ્હી અને મુંબઈના કોઠાની તવાયફો પર કેન્દ્રિત કરશે.

ધ ડાયમંડ બજાર ત્યારથી ચર્ચામાં છે, જ્યાં પહેલીવાર ફિલ્મમેકર સંજય લીલા ભણસાલીએ તેની જાહેરાત કરી હતી, 1 મેના નેટફ્લિક્સ પર સ્ટ્રીમ થયેલી આ સીરિઝને અનેક પ્રકારના રિએક્શન મળ્યા, જ્યારે અનેક લોકોએ સીરિઝ દ્વારા પ્રસ્તુત લાર્જર ધેન-લાઈફ સેટની પ્રશંસા કરી, તો અનેક લોકોએ આ સીરિઝમાં કેટલાક અભિનેતાઓના પ્રદર્શનની ટીકા કરી, જો કે સંજય લીલા ભણસાલીએ આશ્ચર્ય વ્યક્ત કરતાં કહ્યું હતું કે શું હીરામંડી 2 પણ શક્ય છે, તેમણે કહ્યું હતું કે, "આ પ્રકારની વેબ સીરિઝ માત્ર એત જ વાર થઈ શકે છે, કોઈપણ બીજીવાર ન બનાવી શકે, અહીં સુધી કે હું પણ નહીં."

ગંગુબાઈ પછી નથી લીધો બ્રેક
Hiramandi Season 2: અન્ય એક ઈન્ટરવ્યૂમાં, સંજય લીલા ભણસાલીએ સીઝન 2 માટે પીરિયડ-ડ્રામા સીરિઝને એક નવા રૂપમાં લાવવાનો વિચાર કરી રહ્યા છે, તેમણે કહ્યું કે, "એક સીરિઝ બનાવવામાં ઘણું બધું લાગે છે આણે ઘણું બધું લઈ લીધું છે. ફેબ્રુઆરી 2022માં ગંગૂબાઈ રિલીઝ થયા પછીથી અત્યાર સુધી મેં દરરોજ બ્રેક લીધા વિનાક કામ કર્યું છે, આથી આ સીરિઝ પર ખૂબ જ મોટી જવાબદારી છે." સીઝન 2ની પુષ્ટિ કરતા સંજય લીલા ભણસાલીએ કહ્યું કે, "હીરામંડી 2માં મહિલાઓ હવે લાહોરથી ફિલ્મી જગતમાં આવે છે વિભાજન બાદ તેમણે લાહોર છોડી દીધું અને તેમાંથી મોટાભાગની મુંબઈ ફિલ્મ ઈન્ડસ્ટ્રી અથવા કોલકાતા ફિલ્મ ઈન્ડસ્ટ્રીમાં રહેવા માંડી, તો બજારમાં તે યાત્રા એવી જ રહે છે, તેમણે હવે નાચવા અને ગાવાનું છે, પણ આ વખતે નિર્માતાઓ માટે, નવાબો માટે નહીં, તો આ બીજી સીરિઝન છે જેની અમે યોજના ઘડી રહ્યા છીએ, જોઈએ ક્યાં સુધી જાય છે આ."

સીરિઝની આવશે બીજી સિઝન
જણાવવાનું કે સીરિઝની બીજી સિઝનની જાહેરાત મુંબઈના કાર્ટર રોડ પર એક કાર્યક્રમમાં કરવામાં આવી હતી, જ્યાં ઝગમગતી અનારકલી અને ઘુંઘરૂ પહેરેલા 100 નર્તકોની ભીડ સિરીઝના ગીતો પર નૃત્ય કરી રહી હતી, ત્યારે મોનિકા શેરગીલ, વી. પી., કન્ટેન્ટ, નેટફ્લિક્સ ઇન્ડિયાએ જણાવ્યું હતું કે, સંજય લીલા ભણસાલીએ `હીરામંડીઃ ધ ડાયમંડ બઝાર` ને જીવંત બનાવવા માટે મુશ્કેલ તાણાવાણાવાળો કોયડો દર્શાવતો જાદુ રચ્યો છે, દરેક જગ્યાએ પ્રેક્ષકોને આ સિરીઝના પ્રેમમાં પડતા જોવા-તે ખરેખર એક સાંસ્કૃતિક ઘટના તરીકે પોતાનું બનાવે છે-તે અત્યંત ઉત્સાહજનક છે અને હું એ જાહેર કરવા માટે રોમાંચિત છું કે અમે સીઝન 2 સાથે પાછા આવીશું. હીરામંડીમાં મનીષા કોઈરાલા, સોનાક્ષી સિંહા, સંજીદા શેખ, અદિતી રાવ હૈદરી, શર્મિન સહગલ અને ફરદીન ખાન જેવા કલાકારોએ અભિનય કર્યો હતો.

heeramandi sanjay leela bhansali netflix web series entertainment news