09 March, 2024 06:56 PM IST | Mumbai | Gujarati Mid-day Online Correspondent
`હીરામંડી`નું પહેલું ગીત સકલ બન થયું રિલીઝ
Heeramandi: સંજય લીલા ભણસાલી દ્વારા નિર્દેશિત `હીરામંડી` વેબ સિરીઝ ઘણા સમયથી ચર્ચામાં છે. ભણસાલી વેબ સિરીઝ `હીરામંડી` સાથે OTTની દુનિયામાં પ્રવેશ કરવા જઈ રહ્યા છે. હીરામંડીનું પહેલું ગીત `સકલ બન` આજે 9 માર્ચે રિલીઝ થયું છે. ગીતમાં જોઈ શકાય છે કે શાનદાર સેટની સાથે શાનદાર કલાકારોની જોડીએ આ ગીતમાં ચાર્મ ઉમેર્યું છે.ગીતમાં જોવા મળેલી અભિનેત્રીઓ રિચા ચઢ્ઢા, અદિતિ રાવ હૈદરી, સંજીદા સેખ અને મનીષા કોઈરાલા પોતાની શાહી શૈલીથી લોકોના દિલને સ્પર્શી રહી છે. આ ગીત રિલીઝ થતાની સાથે જ સોશિયલ મીડિયા પર લોકપ્રિય થઈ ગયું હતું.
ગીતે ચાહકોને મંત્રમુગ્ધ કરી દીધા
તમને જણાવી દઈએ કે `હીરામંડી`નું આ ગીત અમીર ખુસરો દ્વારા લખવામાં આવ્યું છે અને રાજા હસને તેને પોતાનો અવાજ આપ્યો છે. રાજા હસનના અવાજે લોકોને મંત્રમુગ્ધ કરી દીધા છે. જો કે, તે `હીરામંડીઃ ધ ડાયમંડ બઝાર`નું પહેલું ગીત છે, જેણે દર્શકોના દિલ જીતી લીધા છે. કહેવામાં આવી રહ્યું છે કે આ સીરિઝમાં કુલ 6 થી 7 ગીતો હશે. આવી સ્થિતિમાં, એવું પણ કહેવામાં આવ્યું હતું કે નિર્દેશકે લગભગ એક વર્ષ સુધી આ સિરીઝના સંગીત પર કામ કર્યું છે. અભિનેત્રીએ આ સિરીઝના ગીતો માટે ડાન્સની ઘણી તાલીમ પણ લીધી હતી, જેથી તે પોતાના પાત્રથી લોકોના દિલ જીતી શકે.
`હીરામંડી` વિશે
તમને જણાવી દઈએ કે અદિતિ રાવ હૈદરી, સોનાક્ષી સિંહા, રિચા ચઢ્ઢા, સંજીદા શેખ અને શર્મિન સહગલ સંજય લીલા ભણસાલીની `હીરામંડી`માં જોવા મળશે. આ સીરીઝ OTT પ્લેટફોર્મ Netflix પર રિલીઝ થશે, જોકે આ સીરિઝની સ્ટ્રીમિંગ તારીખ હજુ જાહેર કરવામાં આવી નથી. હાલમાં આ ફિલ્મને લઈને ચાહકોમાં ભારે ઉત્તેજના છે.
ઉલ્લેખનીય છે કે સંજય લીલા ભણસાલીએ ‘ભણસાલી મ્યુઝિક’ લૉન્ચ કર્યું છે. એની જાહેરાત તેમણે ઇન્સ્ટાગ્રામ પર કરી છે. આ લેબલ દ્વારા હવે તેઓ મ્યુઝિશ્યન્સ અને કલાકારો સાથે મળીને કમ્પોઝિશન્સ પ્રોડ્યુસ કરશે. ઇન્સ્ટાગ્રામ પર સંજય લીલા ભણસાલીના શબ્દો જણાવતાં પ્રોડક્શન હાઉસે લખ્યું કે ‘મ્યુઝિક મને અપાર આનંદ અને શાંતિ આપે છે. મારી લાઇફનો એ અગત્યનો ભાગ બની ગયો છે. હું હવે મારું મ્યુઝિક લેબલ ‘ભણસાલી મ્યુઝિક’ લૉન્ચ કરું છું. આશા છે કે દર્શકોને એ જ આનંદ અને જોડાણની અનુભૂતિ થશે જે મને મ્યુઝિક સાંભળતી વખતે કાં તો ક્રીએટ કરતી વખતે થાય છે.’