04 January, 2023 02:36 PM IST | Mumbai | Gujarati Mid-day Correspondent
સમન્થા રૂથ પ્રભુ
સમન્થા રૂથ પ્રભુએ ‘સિટાડેલ’ છોડી હોવાની ચર્ચા ચાલી રહી છે. જોકે તેના પબ્લિસિસ્ટ દ્વારા એને અફવા ગણાવવામાં આવી છે. તેની હેલ્થ સારી ન હોવાથી તેણે આ શોને પડતો મૂક્યો હોવાની વાતો બહાર આવી રહી છે. તે ત્રણ મહિના સુધી સંપૂર્ણ આરામ કરવા માગતી હોવાનું બહાર આવ્યું છે. આ શોમાં તેની સાથે વરુણ ધવન કામ કરી રહ્યો છે. આ વિશે સમન્થાના પબ્લિસિસ્ટે કહ્યું કે ‘તેના વિશે જે લખવામાં આવી રહ્યું છે કે ‘સિટાડેલ’માં તેને રિપ્લેસ કરવામાં આવી છે એ એકદમ ખોટી વાત છે. અફવા છે. તે જાન્યુઆરીના સેકન્ડ હાફમાં શૂટિંગ શરૂ કરશે.’