હિપોક્રેટ સલમાન

01 August, 2023 03:03 PM IST  |  Mumbai | Gujarati Mid-day Correspondent

સલમાન ખાનનો સોશ્યલ મીડિયા પર ખૂબ જ વિરોધ થઈ રહ્યો છે. આ વિરોધ યુટ્યુબર ​એલ્વિશ યાદવનો ‘બિગ બૉસ ઓટીટી 2’માં સલમાને ક્લાસ લીધા બાદ થઈ રહ્યો છે.

સલમાન ખાન

સલમાન ખાનનો સોશ્યલ મીડિયા પર ખૂબ જ વિરોધ થઈ રહ્યો છે. આ વિરોધ સોશ્યલ મીડિયા ઇન્ફ્લુઅન્સર અને યુટ્યુબર ​એલ્વિશ યાદવનો ‘બિગ બૉસ ઓટીટી 2’માં સલમાને ક્લાસ લીધા બાદ થઈ રહ્યો છે. એલ્વિશના ચાહકોનું માનવું છે કે સલમાન એકદમ હિપોક્રેટ છે. તે દરેક વસ્તુ નથી દેખાડતો કે નથી બોલતો. આ શોમાં જિયાએ જ્યારે એલ્વિશને સાબુવાળું પાણી પીવડાવ્યું હતું ત્યારે તેણે ફક્ત તેને સમજાવી દીધી હતી, પરંતુ એલ્વિશ વખતે તેણે તેની મમ્મીને બોલાવી હતી. તેમ જ જિયા કહી રહી છે કે એલ્વિશને કારણે તે ઘરમાં સેફ ફીલ નથી કરી રહી. જોકે તેણે જ્યારે એલ્વિશને સાબુવાળું પાણી પીવડાવ્યું હતું એનું શું? એલ્વિશના ફૅનનું કહેવું છે કે તે તો ફક્ત બોલ્યો હતો, કર્યું નહોતું. આમ પણ એલ્વિશે કહ્યું હતું કે તે ફક્ત બોલવા માટે બોલી ગયો હતો, કરવાનો થોડો હતો? આથી તેના ફૅન્સ કહી રહ્યા છે કે બોલવું વધારે ગુનાપાત્ર છે કે પછી સાચે કરે એ? આ સાથે જ એવું કહેવામાં આવી રહ્યું છે કે એલ્વિશ મહિલાઓની ઇજ્જત નથી કરતો. જોકે તે જ્યારે મનીષા સાથે બેઠો હતો ત્યારે ભૂલમાં તેનો પગ મનીષાને લાગતાં તે મનીષાના પગ પકડીને તેને પગે લાગ્યો હતો. આથી મહિલાઓની ઇજ્જત કરવામાં આવે છે એ તે શું બોલે છે એની સાથે તેની ઍક્શનથી પણ જજ થાય છે. આથી સલમાને ખોટું કર્યું એ દેખાડવાની સાથે એલ્વિશે સારું શું કહ્યું એ પણ દેખાડવું જરૂરી છે. આથી સલમાનને સોશ્યલ મીડિયા પર તેના ફૅન્સ ખૂબ જ ગાળો આપી રહ્યા છે અને તેને અને મેકર્સને હિપોક્રેટ્સ પણ કહી રહ્યા છે.

Salman Khan Bigg Boss Web Series entertainment news