22 May, 2023 04:16 PM IST | Mumbai | Gujarati Mid-day Correspondent
સલમાન ખાન
સલમાન ખાને ‘બિગ બૉસ OTT’ની બીજી સીઝનના પ્રોમોનું શૂટિંગ રૅપર રફતાર સાથે પૂરું કર્યું છે. આ વખતે ‘બિગ બૉસ OTT’ને કરણ જોહર નહીં, પરંતુ સલમાન હોસ્ટ કરશે. એની પહેલી સીઝનને કરણ જોહરે હોસ્ટ કરી હતી. હવે એનું પ્રોમો શૂટ ફિલ્મસિટીમાં કરવામાં આવ્યું છે. આ શો માટે કેટલાક સ્પર્ધકો નક્કી કરવામાં આવ્યા છે અને અન્ય સાથે હજી ચર્ચા ચાલી રહી છે. જે પ્રોમો શૂટ કરવામાં આવ્યો છે એમાં સલમાન અને રફતારની જુગલબંદી દેખાડવામાં આવશે. ટૂંક સમયમાં એ પ્રોમો વિડિયો રિલીઝ કરવામાં આવશે. આ રિયલિટી શો ડિજિટલ પ્લૅટફૉર્મ જીયો સિનેમા અને વુટ સિલેક્ટ પર દેખાડવામાં આવશે. આ શોમાં સલમાનની એન્ટ્રી થતાં તેના ફૅન્સ પણ હરખાઈ ઊઠ્યા છે. હવે જ્યારે સલમાન ‘બિગ બૉસ OTT’ની બીજી સીઝનના પ્રોમો સાથે શાનદાર એન્ટ્રી કરશે ત્યારે તેનો સ્વૅગ જોવા જેવો રહેશે.