21 January, 2022 02:26 PM IST | Mumbai | Gujarati Mid-day Online Correspondent
હોમી જે ભાભા, વિક્રમ સારાભાઈ અને એપીજે અબ્દુલ કલામ
સોની લિવે ગુરુવારે તેની આગામી સિરીઝ રોકેટ બોયઝનું ટ્રેલર રિલીઝ કર્યું છે. આ સિરીઝ હોમી જહાંગીર ભાભા અને વિક્રમ સારાભાઈના જીવન પર આધારિત છે. આ સિરીઝમાં પરમાણુ ભૌતિકશાસ્ત્રી હોમી ભાભા તરીકે જીમ સરભ, ભૌતિકશાસ્ત્રી અને ખગોળશાસ્ત્રી વિક્રમ સારાભાઈ તરીકે ઈશ્વાક સિંહ છે. ટ્રેલર બતાવે છે કે કેવી રીતે વિક્રમ અને હોમી પ્રથમ વખત મળ્યા, મિત્રો બન્યા અને પરમાણુ મહાસત્તા બનવા તરફ ભારતનું પહેલું પગલું ભરવા માટે સાથે આવ્યા હતા.
આ સિરીઝમાં દેશના પ્રથમ વડા પ્રધાન જવાહરલાલ નેહરુ અને સૌથી પ્રિય રાષ્ટ્રપતિ એપીજે અબ્દુલ કલામના કેમિયો પણ છે. રોકેટ બોયઝનું પહેલું ટીઝર ગયા વર્ષે 15 ઓગસ્ટના સ્વતંત્રતા દિવસે રિલીઝ થયું હતું. તેમાં શોના માત્ર બે જ દ્રશ્યો હતા. બીજું ટીઝર 30 ઑક્ટોબરના રોજ, ડૉ. હોમી જે ભાભાની 112મી જન્મજયંતિ પર રિલીઝ કરવામાં આવ્યું હતું.
ફિલ્મ નિર્માતા નિખિલ અડવાણી, રોય કપૂર ફિલ્મ્સ અને એમે એન્ટરટેઈનમેન્ટ દ્વારા નિર્મિત, આ શોનું નિર્દેશન અભય પન્નુ દ્વારા કરવામાં આવ્યું છે. ઈશ્વાક એમેઝોન પ્રાઇમ સીરિઝ પાતાલ લોકમાં કામ કર્યા બાદ લોકપ્રિય ચહેરો બની ગયો છે.
રોકેટ બોયઝ વિશે, તેણે કહ્યું “આપણે ઘણીવાર સ્પોર્ટ્સમેન અને સ્વાતંત્ર્ય સેનાનીઓ પર બનેલી બાયોપિક્સ વિશે સાંભળીએ છીએ, પરંતુ ભારતના સાયન્સ હીરોઝના જીવન પર બનેલી રોકેટ બોયઝ કોન્સેપ્ટે જ્યારે પહેલીવાર સ્ક્રિપ્ટ સાંભળી ત્યારે તેણે ખરેખર મારું ધ્યાન ખેંચ્યું હતું.”