24 January, 2020 02:50 PM IST | Rajkot | Rashmin Shah
ચાર્લ્સ શોભરાજ
આંતરરાષ્ટ્રીય ઠગ ચાર્લ્સ શોભરાજની લાઇફ પર આધારિત ‘ચાર્લ્સ/પ્રિન્સ’ વેબ-સિરીઝમાં ચાર્લ્સ શોભરાજે ઇન્ડિયામાં કેવાં કરતૂત કર્યાં અને કેવી રીતે તે ઇન્ડિયામાં પકડાયો એ વાત પર ફોકસ કરવામાં આવી છે. દિલ્હી, મુંબઈ અને ગોવામાં ચાર્લ્સ શોભરાજે કઈ રીતે છોકરીઓને પોતાની તરફ આકર્ષિત કરી અને પોતાનું કામ તેમની પાસેથી કઢાવી લેતો એ વાત આ વેબ-સિરીઝના સેન્ટરમાં છે. આઠ એપિસોડની આ વેબ-સિરીઝમાં કુલ સાત ઍક્ટ્રેસ લેવામાં આવશે જે સાતેસાત ચાર્લ્સની લાઇફમાં આવેલી મહિલાઓનાં કૅરેક્ટર કરશે. ચાર્લ્સ શોભરાજ અને એક ઇન્સ્પેક્ટરનું કૅરેક્ટર પણ વેબ-સિરીઝમાં મહત્વપૂર્ણ બનશે.
આ પણ વાંચો : વેબ-સિરીઝ માટે રિયલ પોલીસ પાસેથી ટિપ્સ લીધી હતી અંગદ બેદીએ
ચાર્લ્સ શોભરાજને પકડીને તિહાડ જેલમાં રાખવામાં આવ્યો અને ત્યાંથી તે ફરી વખત ભાગ્યો એ આખા મુદ્દાને સેકન્ડ સીઝનમાં સમાવવામાં આવશે. ‘ચાર્લ્સ/પ્રિન્સ’ અશોક પંડિતના પ્રોડક્શન હાઉસમાં બનાવવામાં આવશે.