વિક્રાન્ત મેસી સાથેના ઓટીટી પ્રોજેક્ટનું શૂટિંગ આ મહિને શરૂ કરશે રાજકુમાર હીરાણી

06 January, 2024 10:20 AM IST  |  Mumbai | Gujarati Mid-day Correspondent

આ શોને હૉટસ્ટાર માટે બનાવવામાં આવ્યો છે જેમાં વિક્રાન્ત મેસી છે

રાજકુમાર હીરાણી

રાજકુમાર હીરાણી પણ હવે ઓટીટી પર ડેબ્યુ કરી રહ્યા છે. તેમની ‘ડંકી’ હાલમાં જ રિલીઝ થઈ હતી અને હવે તેઓ આગ્રામી પ્રોજેક્ટ પર કામ કરી રહ્યા છે. તેઓ હવે વિક્રાન્ત મેસી સાથેના પ્રોજેક્ટનું શૂટિંગ આ મહિને શરૂ કરવાના છે. આ વિશે વાત કરતાં રાજકુમાર હીરાણીએ કહ્યું કે ‘હું ઓટીટી પ્રોજેક્ટ કરી રહ્યો છું એનું શૂટિંગ આ મહિને શરૂ થશે. આ પ્રોજેક્ટનો હું શો રનર છું. હું એને ડિરેક્ટ નથી કરી રહ્યો. આ શોને હૉટસ્ટાર માટે બનાવવામાં આવ્યો છે જેમાં વિક્રાન્ત મેસી છે. હું શોની સ્ક્રિપ્ટને લઈને ખૂબ જ ખુશ છું. એની સ્ક્રિપ્ટ જે રીતે બની છે એ કાબિલેદાદ છે. આ શોમાં હું સંપૂર્ણ રીતે ઇન્વૉલ્વ્ડ છું.’

hotstar rajkumar hirani vikrant massey Web Series web series entertainment news