લોકોએ નગ્નતા જોવી હોય તો તેઓ પૉર્ન જોઈ શકે છે : પંકજ ત્રિપાઠી

23 January, 2020 04:27 PM IST  |  મુંબઈ

લોકોએ નગ્નતા જોવી હોય તો તેઓ પૉર્ન જોઈ શકે છે : પંકજ ત્રિપાઠી

પંકજ ત્રિપાઠી

પંકજ ત્રિપાઠીનું કહેવું છે કે જો લોકોએ નગ્નતા જ જોવી હોય તો તેઓ પૉર્ન જોઈ શકે છે. વિડિયો સ્ટ્રીમિંગ સર્વિસ નેટફ્લિક્સની વેબ-સિરીઝ ‘સેક્રેડ ગેમ્સ 2’ ૧૫ ઑગસ્ટે રિલીઝ થવાની છે. આ વેબ-સિરીઝમાં પંકજ એક ધાર્મિક ગુરૂનાં રોલમાં જોવા મળશે. વેબ-સિરીઝમાં નગ્નતા ન શોધવી જોઈએ એ વિશે પંકજે કહ્યું હતું કે ‘મારું માનવું છે કે દરેક વસ્તુની પાછળ ચોક્કસ ઉદ્દેશ હોય છે. જો કોઇ દૃશ્યને કાપવાથી સ્ટોરીને અધૂરી રાખવામાં આવે તો એ એક ચિંતા ઉપજાવે છે. વિક્રમાદિત્ય મોટવાણી અને અનુરાગ કશ્યપ જેવા લોકો જવાબદાર ફિલ્મ મેકર્સ છે. તેઓ એવા કોઈ દૃશ્યોનો સમાવેશ નહીં કરે જેનાથી સેન્સેશન નિર્માણ થાય. પૉર્નોગ્રાફી ઇન્ટરનેટ પર ઉપલબ્ધ છે. એથી જો લોકોએ નગ્નતા જ જોવી હોય તો તેઓ વેબ-સિરીઝ શું કામ જુએ?’

આ પણ વાંચો : દીકરીઓને કોઈ પણ પ્રોફેશન પસંદ કરવાનો અધિકાર આપવા પર ભાર મૂક્યો અક્ષયકુમારે

એક સાધુનો રોલ કરવો એ મારા માટે અઘરુ હતું કારણ કે એની ફીલિંગ લાવવી એ સરળ નહોતું. હું કદી પણ ધાર્મિક ગુરુ નથી બન્યો અથવા તો એવા કોઈ ગુરુ સાથે પણ સમય વિતાવ્યો નથી. હું કોઈ ગુરુને પણ નથી જાણતો. એથી મારા માટે આ એક નવી જ દુનિયા હતી જેને મારે શોધવાની જરૂર હતી.

- પંકજ ત્રિપાઠી

pankaj tripathi web series bollywood news