પંચાયતના દામાદજી રિયલ લાઇફમાં બની ગયા જમાઈ

15 December, 2024 09:41 AM IST  |  Mumbai | Gujarati Mid-day Correspondent

આસિફે તેની લાંબા સમયની ગર્લફ્રેન્ડ ઝેબા સાથે લગ્ન કરી લીધાં છે

આસિફના લગ્નની તસવીર

OTT એટલે કે ઓવર ધ ટૉપ પ્લૅટફૉર્મ પર તમે વેબ-સિરીઝ જોવાના શોખીન હો તો તમે ‘પંચાયત’ જોઈ હશે અને જો ‘પંચાયત’ જોઈ હશે તો એમાં દામાદજી એટલે કે ગણેશનો રોલ ભજવતા આસિફ ખાનથી તમે પરિચિત હશો. ‘પંચાયત’ની સીઝન ૧ અને ત્રણમાં દેખાયેલા આ આ​સિફભાઈ હવે રિયલ લાઇફમાં દામાદજી બની ગયા છે. આસિફે તેની લાંબા સમયની ગર્લફ્રેન્ડ ઝેબા સાથે લગ્ન કરી લીધાં છે. આસિફે વેબ-સિરીઝ ‘મિર્ઝાપુર’માં બાબરનો રોલ ભજવ્યો હતો.

celebrity wedding panchayat entertainment news bollywood bollywood news web series