midday

પૂજા ભટ્ટ સાથેના બ્રેકઅપ પર છલકાયું રણવીરનું દર્દ

19 August, 2024 10:58 AM IST  |  Mumbai | Gujarati Mid-day Correspondent

કહે છે કે મહેશ ભટ્ટે મારા વિરુદ્ધમાં ખોટી વાતો મીડિયામાં ફેલાવી હતી
રણવીર શૌરી અને પૂજા ભટ્ટ તેમ જ મહેશ ભટ્ટ

રણવીર શૌરી અને પૂજા ભટ્ટ તેમ જ મહેશ ભટ્ટ

રણવીર શૌરી અને પૂજા ભટ્ટ એક સમયે રિલેશનમાં હતાં પરંતુ એ સંબંધો આગળ વધ્યા નહીં અને તેમનું બ્રેકઅપ થયું હતું. એ વાતને પચીસ વર્ષનો સમય પસાર થઈ ગયો છે. એ વખતે તેને જે પણ કડવા અનુભવો થયા હતા એ વિશે રણવીરે હાલમાં વાતો કરી છે અને પૂજાના પપ્પા મહેશ ભટ્ટ પર પણ આરોપો મૂક્યા છે. રણવીરનું કહેવું છે કે મીડિયામાં તેની છબી ખરડવાનો પ્રયાસ મહેશ ભટ્ટે કર્યો હતો. ઘણા વખત પહેલાં પૂજા ભટ્ટે રણવીર પર મારપીટ કરવાના આક્ષેપો કર્યા હતા. ‘બિગ બૉસ OTT 3’માં રણવીરે એ રિલેશનને પોતાની લાઇફનું મોટું સ્કૅન્ડલ ગણાવ્યું હતું. એ વિશે રણવીર કહે છે, ‘એ વખતે મારા અને પૂજા વચ્ચે ઝઘડો થયો હતો. મહેશ ભટ્ટ પ્રત્યે મને સન્માન છે. એનો તેઓ ચાલાકીપૂર્વક ઉપયોગ કરતા હતા. અમારી વચ્ચે જ્યારે ઝઘડો થયો ત્યારે તેમણે મારા પિતાને કહ્યું કે બાળકો વચ્ચે જે કાંઈ પણ ઝઘડો થયો છે એના પર અહીં પૂર્ણવિરામ લગાવીએ. બીજા દિવસે મીડિયામાં તેમણે મારા વિશે જુઠ્ઠાણું ફેલાવ્યું હતું. ખોટી સ્ટોરીઝ તેમણે જણાવી હતી. મને તેમણે આલ્કો​હોલિક અને ખરાબ વર્તન કરનારો જણાવ્યો હતો. એ બધું ખોટું હતું. પૂજાનો ભાઈ પણ મને પરેશાન કરતો હતો. આ બધી પચીસ વર્ષ જૂની સ્ટોરીઝ છે. હું હવે એમાં વધારે નથી પડવા માગતો.’

Whatsapp-channel
pooja bhatt ranvir shorey bollywood news bollywood gossips bollywood entertainment news web series Bigg Boss