લૉરેન્સ બિશ્નોઈ પર હવે વેબ-સિરીઝ બનશે, જેનું નામ છે... લૉરેન્સ - અ ગૅન્ગસ્ટર સ્ટોરી

19 October, 2024 11:17 AM IST  |  Mumbai | Gujarati Mid-day Correspondent

લૉરેન્સ બિશ્નોઈના જીવનમાં બનેલી નાટકીય ઘટનાઓને વણી લઈને પ્રેક્ષકો સામે તેના જીવનની કિતાબ ખુલ્લી મુકાશે

લૉરેન્સ બિશ્નોઈ

બાબા સિદ્દીકીની હત્યા બાદ ફરી એક વાર લાઇમલાઇટમાં આવેલા ગૅન્ગસ્ટર લૉરેન્સ બિશ્નોઈ પર હવે ‘લૉરેન્સ - અ ગૅન્ગસ્ટર સ્ટોરી’ નામની વેબ-સિરીઝ બનાવવાની ઘોષણા થઈ છે. એટલું જ નહીં, પ્રોડક્શન હાઉસ જાની ફાયરફૉક્સના જણાવ્યા મુજબ ‘ઇન્ડિયન મોશન પિક્ચર્સ અસોસિએશને એના નામને પણ મંજૂરી આપી દીધી છે. આ વેબ-સિરીઝમાં તે એક સામાન્ય યુવાનમાંથી ગૅન્ગસ્ટર કઈ રીતે બન્યો એ દર્શાવવામાં આવશે. પ્રોડક્શન હાઉસના હેડ અમિત જાનીનું કહેવું છે કે તેઓ લૉરેન્સ બિશ્નોઈના જીવનમાં બનેલી નાટકીય ઘટનાઓને વણી લઈને પ્રેક્ષકો સામે તેના જીવનની કિતાબ ખુલ્લી મૂકશે.’  

lawrence bishnoi web series entertainment news