કરીનાએ જાને જાન માટે જીતેલી ટ્રોફી તેના જાને જાનના હાથમાં

03 December, 2024 08:41 AM IST  |  Mumbai | Gujarati Mid-day Correspondent

શનિવારે રાતે યોજાયેલા ફિલ્મફેર OTT અવૉર્ડ્સ 2024માં કરીના કપૂરને વેબ ઓરિજિનલ ફિલ્મ (ફીમેલ) કૅટેગરીમાં બેસ્ટ ઍક્ટરનો અવૉર્ડ મળ્યો છે.

કરીના કપૂર ખાન

શનિવારે રાતે યોજાયેલા ફિલ્મફેર OTT અવૉર્ડ્સ 2024માં કરીના કપૂરને વેબ ઓરિજિનલ ફિલ્મ (ફીમેલ) કૅટેગરીમાં બેસ્ટ ઍક્ટરનો અવૉર્ડ મળ્યો છે. કરીનાને આ અવૉર્ડ સુજૉય ઘોષ દ્વારા દિગ્દર્શિત ફિલ્મ ‘જાને જાન’ માટે મળ્યો છે. કરીનાએ રવિવારે આ અવૉર્ડ સાથેનો પોતાનો ફોટો સોશ્યલ મીડિયા પર પોસ્ટ કરીને સાથે એ પણ જણાવ્યું કે આ તેનો સાતમો અવૉર્ડ છે. જોકે ત્યાર બાદ કરીનાએ ગઈ કાલે જે ફોટો શૅર કર્યો છે એ બધાને બહુ ગમ્યો છે. આ ફોટોમાં તેનો મોટો દીકરો તૈમુર મમ્મીની ટ્રોફી હાથમાં લઈને ઊભો છે. આ ફોટો સાથે કરીના લખે છે : તૈમુરને લાગે છે કે આ ટ્રોફી તેની છે, પણ કેમ નહીં? તેની જ તો છે... મારો જાને જાન.

મૈં અપની ફેવરિટ હૂં
કરીના કપૂરે શનિવારે રાત્રે ફિલ્મફેર OTT અવૉર્ડ્સ 2024માં હાજરી આપી એ પહેલાં આ ઇવેન્ટમાં તે જે સાડી પહેરી ગઈ હતી એના ફોટો પડાવ્યા હતા અને સોશ્યલ મીડિયા પર શૅર કર્યા હતા. આ ચમકીલી સિલ્વર સાડીમાં કરીનાએ જે રીતે પોઝ આપ્યા હતા એ જોતાં એવું લાગે કે તે જાણે અરીસાને કહી રહી હોય કે મૈં અપની ફેવરિટ હૂં.

kareena kapoor bollywood news bollywood gossips bollywood entertainment news web series