25 August, 2023 04:46 PM IST | Mumbai | Gujarati Mid-day Correspondent
કરીના કપૂર ખાન
કરીના કપૂર ખાન હવે ડિજિટલ ડેબ્યુ કરવા માટે તૈયાર છે. કરીનાએ બૉલીવુડમાં ‘રેફ્યુજી’ દ્વારા એન્ટ્રી કરી હતી. આ ફિલ્મને ૨૩ વર્ષ થયાં છે અને હવે તે તેનો વેબ ડેબ્યુ કરી રહી છે. સુજૉય ઘોષ દ્વારા ડિરેક્ટ કરવામાં આવેલી ક્રાઇમ-થ્રિલરમાં તે પહેલાં ક્યારેય નહીં જોવા મળી હોય એવા અવતારમાં જોવા મળશે. આ વિશે વાત કરતાં કરીનાએ કહ્યું કે ‘એક સ્પેશ્યલ પ્રોજેક્ટ દ્વારા હું નેટફ્લિક્સ પર આવી રહી છું. ૨૩ વર્ષ બાદ મારો નવો લૉન્ચ થઈ રહ્યો છે અને હું ન્યુકમર જેવું ફીલ કરી રહી છું. દર્શકો મને મેં પહેલાં ક્યારેય નહીં ભજવ્યા હોય એવા અવતારમાં જોઈ શકશે. આ એકદમ યુનિક અને થ્રિલિંગ સ્ટોરી છે. નેટફ્લિક્સ હંમેશાં દુનિયાના વિવિધ પાર્ટની અદ્ભુત સ્ટોરીને અલગ રીતે રજૂ કરવામાં માને છે. તેઓ આવા આર્ટિસ્ટને પ્લૅટફૉર્મ આપે છે જેમને તેમનું કામ ૧૯૦ દેશના લોકો સુધી પહોંચાડવું હોય. મારા માટે મારો આજ સુધીનો જે બેસ્ટ રોલ છે એને લોકો કેવું રીઍક્શન આપે છે એ જોવા માટે હું આતુર છું.’