વેબ​-સિરીઝની જર્ની માટે આતુર છે કાજોલ

19 July, 2022 03:20 PM IST  |  Mumbai | Gujarati Mid-day Correspondent

ડિજિટલ પ્લૅટફૉર્મ પર આવતી સિરીઝની હું ફૅન હોવાથી એના કન્સેપ્ટ મને હંમેશાં આકર્ષિત કરે છે.

કાજોલ

ફિલ્મ ‘​ત્રિભંગા’ દ્વારા ડિજિટલ પ્લૅટફૉર્મ પર એન્ટ્રી કરનાર કાજોલ હવે વેબ-સિરીઝમાં પણ દેખાવાની છે. ડિઝની+હૉટસ્ટાર પર આવનાર આ વેબ-સિરીઝને લઈને તે એક્સાઇટેડ પણ છે. આ સિરીઝનું નામ હજી સુધી નક્કી નથી કરવામાં આવ્યું. આ સિરીઝમાં તે અલગ અવતારમાં દેખાવાની છે. એની જાહેરાત કાજોલે ઇન્સ્ટાગ્રામ પર એક નાનકડી ક્લિપ શૅર કરીને કરી છે. તેના હસબન્ડ અજય દેવગને પણ આ અગાઉ ડિઝની+હૉટસ્ટાર પર આવેલા ‘ધ ગ્રેટ ઇન્ડિયન મર્ડર’ને પ્રોડ્યુસ કર્યો હતો અને ‘રુદ્ર’માં ઍક્ટિંગ કરી હતી. એથી હસબન્ડની જેમ કાજોલે પણ ડિઝની+હૉટસ્ટાર પર એન્ટ્રી કરવાનું નક્કી કર્યું છે. એ વિશે કાજોલે કહ્યું કે ‘નવા ફૉર્મેટ પર હાથ અજમાવવાનું હંમેશાંથી ચૅલેન્જ લાગે છે, પરંતુ એ સાથે જ સારી બાબત છે કેમ કે મને પડકાર લેવા ગમે છે. ડિજિટલ પ્લૅટફૉર્મ પર આવતી સિરીઝની હું ફૅન હોવાથી એના કન્સેપ્ટ મને હંમેશાં આકર્ષિત કરે છે. ‘આર્યા’ અને ‘રુદ્ર’ જેવા કૂલ શો જોયા બાદ મને એહસાસ થયો કે મારી સિરીઝની જર્નીની શરૂઆત કરવા માટે ડિઝની+હૉટસ્ટાર કરતાં વિશેષ માધ્યમ ન હોઈ શકે.’

kajol hotstar Web Series web series entertainment news