22 August, 2023 03:53 PM IST | Mumbai | Gujarati Mid-day Correspondent
ફ્રાઇડે નાઇટ પ્લાન
જુહી ચાવલા મહેતાની આગામી ફિલ્મ ‘ફ્રાઇડે નાઇટ પ્લાન’ પહેલી સપ્ટેમ્બરે વિડિયો સ્ટ્રીમિંગ સર્વિસ નેટફ્લિક્સ પર આવશે. આ ફિલ્મમાં તેની સાથે બબીલ ખાન અને અમૃત જયન
પણ જોવા મળશે. બન્ને સગા ભાઈના રોલમાં જોવા મળશે. ફિલ્મને ફરહાન અખ્તરના એક્સેલ એન્ટરટેઇનમેન્ટે પ્રોડ્યુસ કરી છે અને વત્સલ નીલાકાન્તને ડિરેક્ટ કરી છે. ફિલ્મનું ટ્રેલર હાલમાં રિલીઝ થયું છે. ફિલ્મમાં સ્કૂલના સ્ટુડન્ટના રોલમાં બબીલ જોવા મળશે. ફુટબૉલ મૅચમાં તેણે સારો સ્કોર કરતાં આખી સ્કૂલનું ધ્યાન તેની તરફ જાય છે. તેને મળતા છોકરીઓના અટેન્શનથી તે ખુશ છે. ત્યાર બાદ તે સ્કૂલમૅટની ફ્રાઇડે નાઇટ પ્લાનને અટેન્ડ કરવા જાય છે. તેની મમ્મીના રોલમાં જુહી દેખાશે. એક દિવસ માટે જુહી ચાવલાને બહાર જવું પડે છે અને તે તેનાં બાળકોને એક દિવસ મૅનેજ કરવા કહે છે. જોકે બબીલ અને તેનો ભાઈ તો ફ્રાઇડે નાઇટ પ્લાનને લઈને ઉત્સુક હોય છે.