વીર દાસને મળ્યો બેસ્ટ કૉમેડી સિરીઝનો એમી અવૉર્ડ

22 November, 2023 12:28 PM IST  |  mumbai | Gujarati Mid-day Correspondent

નેટફ્લિક્સ પર તેની ‘વીર દાસ : લૅન્ડિંગ’ માટે તેને બેસ્ટ કૉમેડી સિરીઝનું નૉમિનેશન મળ્યું હતું.

વીર દાસ

વીર દાસને ઇન્ટરનૅશનલ એમી અવૉર્ડ્સમાં બેસ્ટ કૉમેડી સિરીઝનો અવૉર્ડ મળ્યો છે. એમી અવૉર્ડ્સ હાલમાં જ ન્યુ યૉર્કમાં યોજાયો હતો. આ અવૉર્ડમાં શેફાલી શાહ અને જિમ સર્ભને પણ નૉમિનેશન મળ્યું હતું. જોકે તેમને અવૉર્ડ નહોતો મળ્યો. આ એમી અવૉર્ડમાં વીર દાસને બીજી વાર નૉમિનેશન મળ્યું હતું અને તે પહેલી વાર આ અવૉર્ડ જીત્યો છે. નેટફ્લિક્સ પર તેની ‘વીર દાસ : લૅન્ડિંગ’ માટે તેને બેસ્ટ કૉમેડી સિરીઝનું નૉમિનેશન મળ્યું હતું. આ સન્માનને લઈને બૉલીવુડની ઘણી સેલિબ્રિટીઝે તેને શુભેચ્છા પાઠવી હતી. આ અવૉર્ડ જીતતાં વીર દાસે કહ્યું કે ‘મારા માટે આ સન્માન ખૂબ જ મહત્ત્વનું છે અને આ એક સપના સમાન છે. કૉમેડી કૅટેગરીમાં ‘વીર દાસ : લૅન્ડિંગ’ને અવૉર્ડ મળવો એ ફક્ત મારા માટે જ નહીં, પરંતુ ઇન્ડિયન કૉમેડી માટે એક માઇલસ્ટોન છે. આ શોને દુનિયાભરમાં પસંદ કરવામાં આવ્યો એ માટે હું નેટફ્લિક્સ, આકાશ શર્મા અને રેગ ટાઇગરમૅનનો આભાર માનું છું. લોક સ્ટોરીઝ બનાવવાથી લઈને ઇન્ટરનૅશનલ સિદ્ધિ મેળવવા સુધીની મારી સ્ટોરી ખૂબ જ અદ્ભુત રહી છે અને એમાં નેટફ્લિક્સનો ખૂબ જ ફાળો રહ્યો છે.’

vir das netflix emmy awards web series entertainment news