06 October, 2023 03:04 PM IST | Mumbai | Gujarati Mid-day Correspondent
‘ટેમ્પ્ટેશન આઇલૅન્ડ’
‘બિગ બૉસ ઓટીટી’ની સફળતા બાદ જિયો સિનેમા હવે બીજો રિયલિટી શો લઈને આવી રહ્યું છે. આઇકૉનિક ગ્લોબલ રિયલિટી સિરીઝ ‘ટેમ્પ્ટેશન આઇલૅન્ડ’નું હવે ઇન્ડિયન ઍડપ્ટેશન થઈ રહ્યું છે. આ એક ડેટિંગ રિયલિટી શો છે જેમાં કોઈ સ્ક્રિપ્ટ નથી હોતી. ભારતમાં પહેલી વાર હવે કપલ તેમની રિલેશનશિપને ટેસ્ટ કરતાં જોવા મળશે અને એ પણ સમગ્ર દેશની સામે. આ શો માટે ‘બિગ બૉસ’ જેવું એક ઘર બનાવવામાં આવ્યું હોય છે, જે એક આઇલૅન્ડ પર હોય છે. અહીં કપલ્સને રાખવામાં આવે છે. આ કપલ્સ તેમના પાર્ટનર સાથે કમિટેડ રહે છે કે તેમના પર ચીટ કરે છે એના પર આ શો છે. આ શોને બેનિજય એશિયા દ્વારા પ્રોડ્યુસ અને પાવર્ડ બાય ટૂ યમ ચિપ્સ દ્વારા કરવામાં આવ્યો છે. દર્શકોને આ શોમાં એક યુનિક રિલેશનશિપ ટેસ્ટ જોવા મળશે. આ શોમાં સ્પર્ધકોને તેમના જૂના રિલેશનને તોડીને નવા રિલેશન બનાવવા માટે નવી-નવી તક આપવામાં આવશે. આ સ્પર્ધક તેમની ભાવનાઓને કન્ટ્રોલમાં ન રાખી શકે એ માટે દરેક પ્રકારના નુસખા વાપરવામાં આવશે અને એમ છતાં કોણ લૉયલ રહે છે અને કોણ ચીટ કરે છે એ જોવામાં આવશે. આ શોમાં હ્યુમન ઇમોશન્સ અને રિલેશનશિપને મહત્ત્વ આપવામાં આવી રહ્યું છે. ઓરિજિનલ શોની પાંચ કરતાં વધુ સીઝન આવી ગઈ છે અને હવે ઇન્ડિયામાં એનો પહેલો શો આવી રહ્યો છે. આ શોને જિયો સિનેમા પર સ્ટ્રીમ કરવામાં આવશે.