‘આર્યા 3’માં મારા કૅરૅક્ટરમાં દેવીનાં નવ રૂપ જોવા મળશે : ઇલા અરુણ

19 October, 2023 05:18 PM IST  |  Mumbai | Gujarati Mid-day Correspondent

ડિઝની+હૉટસ્ટાર પર આ શો ત્રીજી નવેમ્બરથી શરૂ થવાનો છે. શોમાં સુસ્મિતા સેન લીડ રોલમાં દેખાશે.

ઇલા અરુણ

વેબ-સિરીઝ ‘આર્યા ૩’માં જોવા મળનાર ઇલા અરુણનું કહેવું છે કે આ શોમાં તેમના પાત્રમાં દેવીનાં ૯ રૂપ દેખાશે. ડિઝની+હૉટસ્ટાર પર આ શો ત્રીજી નવેમ્બરથી શરૂ થવાનો છે. શોમાં સુસ્મિતા સેન લીડ રોલમાં દેખાશે. નલિનીના રોલમાં ઇલા અરુણ દેખાશે. એ રોલ વિશે ઇલા અરુણે કહ્યું કે ‘મારું કૅરૅક્ટર ભૂતકાળ પરથી આકાર લે છે. નલિની એક એવી મહિલા છે જેની લાઇફમાં ઘટનારી ઘટનાથી તેની અંદર દેવીનાં નવ રૂપ જોવા મળશે. આ અનુભવ તેને મજબૂત તો બનાવે છે, પરંતુ સાથે જ તે સ્વાર્થી પણ બને છે. કોઈ માર્ગ અયોગ્ય નથી, પરંતુ જ્યારે એક મહિલા પાસે કોઈ પર્યાય ન બચે ત્યારે તે સુરક્ષા માટે આવો માર્ગ અપનાવે છે. આ ત્યારે થાય છે જ્યારે વિદ્રોહ ઊભો થાય છે અને એની સ્ટોરી મારા પાત્ર અને આર્યાના પાત્રની આસપાસ ફરે છે. એમાં દેખાડવામાં આવશે કે અમારા પાત્રએ લાઇફમાં કેટલું વેઠવું પડ્યું છે.’

ila arun sushmita sen Web Series entertainment news