નેટફ્લિક્સે વિવાદ બાદ IC814 સિરીઝમાં કર્યો આ બદલાવ: હિન્દુ નામોને લઈને થયો હતો વિવાદ

03 September, 2024 06:58 PM IST  |  Mumbai | Gujarati Mid-day Online Correspondent

હવે અપહરણકર્તાઓના રિયલ અને કોડ નેમ સિરીઝના ઓપનિંગ ડિસ્ક્લેમરમાં જ દેખાશે. વાસ્તવમાં, IC 814 - ધ કંદહાર હાઇજેકમાં આતંકવાદીઓના હિંદુ નામો પર વિવાદ થયો હતો

તસવીર સૌજન્ય: મિડ-ડે

નેટફ્લિક્સે મંગળવારે, 3 સપ્ટેમ્બરના રોજ વિવાદાસ્પદ સિરીઝ આઇસી ૮૧૪ - ધ કંદહાર હાઇજેક (IC 814: The Kandahar Hijack)માં ફેરફારો કર્યા છે. હવે અપહરણકર્તાઓના રિયલ અને કોડ નેમ સિરીઝના ઓપનિંગ ડિસ્ક્લેમરમાં જ દેખાશે. વાસ્તવમાં, આઇસી ૮૧૪ - ધ કંદહાર હાઇજેકમાં આતંકવાદીઓના હિંદુ નામો પર વિવાદ થયો હતો અને તેના પર પ્રતિબંધ મૂકવાની માગ કરવામાં આવી હતી. આના પર સૂચના અને પ્રસારણ મંત્રાલયે નેટફ્લિક્સને નોટિસ મોકલીને સ્પષ્ટતા માગી છે. આ પછી, નેટફ્લિક્સની ઇન્ડિયા કન્ટેન્ટ હેડ મોનિકા શેરગિલ આજે મંત્રાલય પહોંચી હતી.

`ભોલા` અને `શંકર` સિરીઝમાં આતંકવાદીઓના નામ

સિરીઝમાં, ઈન્ડિયન એરલાઈન્સની ફ્લાઈટને હાઈજેક કરનાર આતંકવાદીઓ સમગ્ર ઘટના દરમિયાન વાસ્તવિક નામોને બદલે બર્ગર, ચીફ, શંકર અને ભોલા જેવા કોડ નામનો ઉપયોગ કરતા જોવા મળ્યા હતા. સોશિયલ મીડિયા પર, લોકોએ `IC 814` માં હાઇજેકર્સના હિન્દુ નામો પર વાંધો ઉઠાવ્યો હતો. આરોપ છે કે આ આતંકવાદીઓના સાચા નામ છુપાવવાનો પ્રયાસ છે. આઇસી ૮૧૪ સિરીઝ નેટફ્લિક્સ પર 29 ઓગસ્ટના રોજ રિલીઝ કરવામાં આવી હતી.

નેટફ્લિક્સનું નિવેદન

નેટફ્લિક્સે એક સત્તાવાર નિવેદનમાં જણાવ્યું હતું કે, “અમે દર્શકો માટે શરૂઆતના ડિસ્ક્લેમર (IC 814: The Kandahar Hijack)માં હાઇજેકર્સના વાસ્તવિક અને કોડ નામોને સિરીઝમાં સામેલ કરીશું. હાલમાં સિરીઝમાંના કોડ નામો વાસ્તવિક ઘટના દરમિયાન ઉપયોગમાં લેવાતા નામો છે. અમે દરેક વાર્તાની મૂળ રજૂઆત માટે પ્રતિબદ્ધ છીએ.”

મંત્રાલયનું નિવેદન

મંત્રાલયે 2 સપ્ટેમ્બરે કહ્યું હતું કે, “કોઈને પણ દેશના લોકોની ભાવનાઓને ઠેસ પહોંચાડવાનો અધિકાર નથી. ભારતની સંસ્કૃતિ અને સભ્યતા માટે આદર હંમેશા સર્વોપરી છે. કંઈપણ ખોટું બતાવતા પહેલા તમારે વિચારવું જોઈએ. સરકાર આ બાબતે ખૂબ જ કડક છે.”

શું છે સિરીઝની વાર્તા?

આ સિરીઝની વાર્તા 24 ડિસેમ્બર 1999ની સત્ય ઘટના પર આધારિત છે. જ્યારે કાઠમંડુના ત્રિભુવન ઈન્ટરનેશનલ એરપોર્ટથી નવી દિલ્હી જતી વખતે પાંચ આતંકવાદીઓએ ઈન્ડિયન એરલાઈન્સની ફ્લાઈટ આઈસી 814નું હાઈજેક કર્યું હતું. જેમાં 176 મુસાફરો મુસાફરી કરી રહ્યા હતા.

આતંકીઓ પ્લેનને અમૃતસર, લાહોર, દુબઈ થઈને કંદહાર લઈ જાય છે. મુસાફરોને સાત દિવસ સુધી બાનમાં રાખવામાં આવ્યા હતા. આ સમયગાળા દરમિયાન પ્લેનની અંદર મુસાફરોની શું સ્થિતિ છે? તેમના પરિવારોનું શું થશે? આ મુસાફરોને મુક્ત કરવા માટે સરકાર સમક્ષ શું શરત રાખવામાં આવી છે? આ બધું આ સિરીઝમાં બતાવવામાં આવ્યું છે.

ફ્લાઇટ ઇન ટુ ફિયર પુસ્તકમાંથી લીધેલી સિરીઝની વાર્તા

આ સિરીઝની વાર્તા વરિષ્ઠ પત્રકાર શ્રીંજય ચૌધરી અને દેવી શરણના પુસ્તક `ફ્લાઇટ ઇન ટુ ફિયર - ધ કેપ્ટન્સ સ્ટોરી`માંથી લેવામાં આવી છે. સિરીઝના દિગ્દર્શક અનુભવ સિન્હા છે. આ 6 એપિસોડની સિરીઝમાં નસીરુદ્દીન શાહ, પંકજ કપૂર, વિજય વર્મા, દિયા મિર્ઝા, પત્રલેખા, અરવિંદ સ્વામી અને કુમુદ મિશ્રાએ મુખ્ય ભૂમિકા ભજવી છે.

netflix web series television news news bollywood news entertainment news