પ્રિયંકા પર ગર્વ થઈ રહ્યો છે હૃતિકને

16 May, 2023 02:49 PM IST  |  Mumbai | Gujarati Mid-day Correspondent

ઍમેઝૉન પ્રાઇમ વિડિયો પર આ ઍક્શન શો રિલીઝ થયો છે.

સિટાડેલ

પ્રિયંકા ચોપડા જોનસની ‘સિટાડેલ’ જોઈને હૃતિક રોશનને ગર્વ થઈ રહ્યો છે. ઍમેઝૉન પ્રાઇમ વિડિયો પર આ ઍક્શન શો રિલીઝ થયો છે. એમાં પ્રિયંકાની સાથે રિચર્ડ મૅડન પણ લીડ રોલમાં છે. આ શોની ખૂબ પ્રશંસા થઈ રહી છે. હૃતિકે પણ આ શો જોઈને પ્રિયંકાની પ્રશંસા કરી છે. ઇન્સ્ટાસ્ટોરી પર હૃતિકે લખ્યું કે ‘પ્રિયંકાને ‘સિટાડેલ’માં જોઈ એ મારા માટે ફૅન્ટૅસ્ટિક સરપ્રાઇઝ હતી. બ્રિલિયન્ટ કામ. સાથે જ અદ્ભુત મનોરંજક શો. શ્રેષ્ઠ ડિરેક્શન અને સ્ક્રીનપ્લે. PC આ વખતે તેં ધમાલ મચાવી છે. તારા પર ગર્વ છે.’

Web Series entertainment news priyanka chopra hrithik roshan