12 May, 2023 03:47 PM IST | Mumbai | Gujarati Mid-day Correspondent
‘સ્કૂપ’ આવશે બીજી જૂને
હંસલ મહેતાની ‘સ્કૂપ’ હવે બે જૂને રિલીઝ કરવામાં આવશે. આ સિરીઝને જિજ્ઞા વોરાની બુક ‘બિહાઇન્ડ બાર્સ ઇન ભાયખલા : માય ડેઝ ઇન પ્રિઝન’ પરથી બનાવવામાં આવી રહી છે. આ શોને નેટફ્લિક્સ પર સ્ટ્રીમ કરવામાં આવશે. આ શોમાં ક્રાઇમ જર્નલિસ્ટ જાગૃતિ પાઠકનું પાત્ર કરિશ્મા તન્ના દ્વારા ભજવવામાં આવી રહ્યું છે. આ શોમાં પોલીસ, અન્ડરવર્લ્ડ અને મીડિયા વચ્ચેની સ્ટોરી છે. આ સ્ટોરીમાં જર્નલિસ્ટ પર મર્ડરનો ચાર્જ લગાવવામાં આવે છે.
મૃણ્મયી લાગુ વૈકુલ અને મિરત ત્રિવેદી દ્વારા લખવામાં આવેલા આ શોમાં કરિશ્માની સાથે મોહમ્મદ ઝીશાન અય્યુબ, હર્મન બાવેજા અને પ્રસેનજિત ચૅટરજી પણ જોવા મળશે. આ શોને હવે બીજી જૂને સ્ટ્રીમ કરવામાં આવશે.