02 October, 2024 12:54 PM IST | Mumbai | Gujarati Mid-day Online Correspondent
`ગાંધી` સીરિઝ
આજે જ્યારે સમગ્ર દેશ મહાત્મા ગાંધીજીની જન્મજયંતિ ઊજવી રહ્યો છે ત્યારે તેમની પર બનેલ `ગાંધી` વેબસીરિઝ (Gandhi Web Series)ને પણ અચૂક યાદ કરવી પડે. વળી આજે ગાંધી જયંતીના અવસરે ખૂબ જ સારા સમાચાર સામે આવ્યા છે કે અભિનેતા હંસલ મહેતાએ આજે `ગાંધી` વેબ સિરીઝની સત્તાવાર જાહેરાત કરી છે. જોકે, આ વેબસીરીઝ છેલ્લા ઘણા મહિનાઓથી ચર્ચામાં રહી છે.
કોણ છે લીડ રૉલમાં અને કોણ આપશે સંગીત?
હંસલ મહેતાએ મહાત્મા ગાંધી પર બનેલ વેબસીરિઝ (Gandhi Web Series)ની જાહેરાત સાથે જ તેમાં કયો એક્ટર લીડ રૉલ કરવાનો છે અને કોનું સંગીત હશે તેની પણ જાહેરાત થઈ છે. જોકે, એક્ટરનું નં બહુ છુપું નથી. આ એક્ટર બીજું કોઈ નહીં પણ એ છે પ્રતીક ગાંધી! પ્રતિક ગાંધી વેબ સિરીઝમાં મહાત્મા ગાંધીની મુખ્ય ભૂમિકામાં જોવા મળવાનો છે.
આ સાથે જ તમને જણાવી દઈએ કે `ગાંધી` વેબ સિરીઝને ઓસ્કાર અને ગ્રેમી એવોર્ડ વિજેતા સંગીતકાર એઆર રહેમાનનું કંપોઝિશન મળ્યું છે. જે આ વેબસીરીઝને એક નવી જ ઊંચાઈ આપશે એમાં કોઈ બેમત નથી.
હંસલ મહેતાના નિર્દેશનમાં બની રહેલી આ વેબસીરિઝ (Gandhi Web Series) લેખક રામચંદ્ર ગુહા દ્વારા શબ્દદેહ આપવામાં આવ્યો છે. એ વાતની ખાતરી તો આપી જ શકાય છે કે દર્શકોએ આ પહેલા ક્યારેય સ્ક્રીન પર આવો અનુભવ નહીં જ કર્યો. ખાસ કરીને આ સીરિઝમાં એ.આર. રહેમાનનો સમાવેશ થયો છે તે ખૂબ મોટી વાત છે!
સંગીતકાર એ.આર. રહેમાને વ્યક્ત કર્યો આનંદ
સંગીતકાર એ.આર. રહેમાને આ મુદ્દે પોતાનો આનંદ વ્યક્ત કરતાં કહ્યું હતું કે ગાંધીજીની યુવાવસ્થાને જોવી એ સાક્ષાત્કાર છે. સત્ય, જીવન અને અન્ય ઘણી બાબતો સાથેના તેમના પ્રયોગો તેમના પાત્રનું રેખાચિત્ર ઉપસાવે છે. હું એપલોઝ એન્ટરટેઈનમેન્ટ અને હંસલ મહેતાના નિર્દેશનમાં આ સીરિઝમાં મ્યુઝિક આપવા ખૂબ જ ઉત્સાહિત છું.
શું છે આ સીરિઝમાં? ક્યારે થશે રીલીઝ?
હંસલ મહેતાની વેબ-સિરિઝ ‘ગાંધી’ (Gandhi Web Series) મુખ્યત્વે જાણીતા ઇતિહાસકાર રામચંદ્ર ગુહાનાં પુસ્તકો ‘ગાંધી બિફોર ઇન્ડિયા’ અને ‘ગાંધી: દ ઇયર્સ દેટ ચેન્જ્ડ દ વર્લ્ડ, 1914-1948’ પર આધારિત છે. આ સીરિઝમાં ખાસ તો મોહનદાસ કરમચંદ ગાંધીની લંડનમાં કાયદાના વિદ્યાર્થી તરીકેની ભૂમિકા અને ટે બાદ સાઉથ આફ્રિકામાં વકીલાત અને નાગરિક અધિકાર કાર્યકર તરીકેના જીવનના પ્રારંભિક વર્ષોને રજૂ કરવામાં આવ્યા છે. આ સિરીઝમાં મુખ્ય તો ગાંધીબાપુની એ વિચારધારાને વણવામાં આવી છે કે થકી અંતે ભારતને બ્રિટિશ શાસનણ પાસેથી આઝાદી મળી. આઝાદી આંદોલનમાં તેમની મુખ્ય અને મહત્વની ભૂમિકા માટે ગાંધી મહાત્મા તરીકેનું બિરુદ પામ્યા છે. જોકે, આ ગાંધી સિરીઝની રિલીઝ ડેટ અંગે હજુ સુધી જ પ્રકારની જાહેરાત કરવામાં આવી નથી.