31 July, 2023 12:09 PM IST | Mumbai | Gujarati Mid-day Correspondent
એલ્વિશ યાદવ
‘બિગ બૉસ OTT 2’માં એલ્વિશ યાદવ જે પ્રકારે ખરાબ શબ્દોનો ઉપયોગ કરે છે એથી સલમાન ખાને તેની ખૂબ નિંદા કરી હતી. એ જોતાં ‘વીકએન્ડ કા વાર’ પૂરો થતાં જ સોશ્યલ મીડિયામાં એલ્વિશ ટ્રેન્ડ કરવા લાગ્યો છે. એક રાતમાં જ લગભગ એક મિલ્યન એલ્વિશના ફૅન્સે તેના સપોર્ટમાં ટ્વીટ કર્યું હતું. લોકો તેને ‘અનબ્રેકેબલ એલ્વિશ યાદવ’ કહી રહ્યા છે. એલ્વિશ એક યુટ્યુબર છે. સોશ્યલ મીડિયામાં તેના મિલ્યન ફૉલોઅર્સ છે. પચીસ વર્ષના એલ્વિશની વાત કરીએ તો તે શાનદાર લાઇફ પસાર કરે છે. તે લક્ઝરી કારનો શોખીન છે. તેને પ્રૉપર્ટીમાં ઇન્વેસ્ટ કરવાનું પસંદ છે. તેણે થોડા સમય પહેલાં જ ગુરુગ્રામમાં ૧૪ કરોડનું શાનદાર મકાન ખરીદ્યું છે. ત્યાં તેણે પોતાના ફ્રેન્ડ્સ સાથે મળીને યુટ્યુબ ચૅનલની શરૂઆત કરી હતી. જોતજોતામાં તેના ફૉલોઅર્સ અને ફૅન્સ વધતા ગયા. તેની આ પૉપ્યુલારિટીને કારણે તે ‘બિગ બૉસ OTT 2’માં પહોંચી ગયો છે. જોકે એ હાઉસમાં તેની ભાષા અને વર્તન અપમાનજનક છે. તેણે શોની કન્ટેસ્ટન્ટ બેબિકાને અપશબ્દો કહ્યા હતા. એથી સલમાન નારાજ થયો હતો અને તેણે એલ્વિશની ઝાટકણી કાઢી હતી. સલમાને તેને કહ્યું કે ‘સોશ્યલ મીડિયામાં તારા કેટલા ફૉલોઅર્સ છે. આવું વર્તન કરીને તું તારા ફૉલોઅર્સ વધારવા માગે છે કે ઘટાડવા માગે છે? તું સારી કન્ટેન્ટ બનાવીશ તો લોકો તને પસંદ કરશે અને આવું વર્તન રાખીશ તો તારું નુકસાન છે. મને એ પણ જાણ છે કે તારા ફૅન્સને મારી આ વાત પસંદ નહીં પડે.’
એથી સોશ્યલ મીડિયામાં એલ્વિશના ફૅન્સે સલમાનનો ક્લાસ લગાવી દીધો. એકે કમેન્ટ કરી કે ‘સલમાન ખાન જે પ્રકારે એલ્વિશ યાદવ પર ભડક્યો એ વિશે તમારું શું કહેવું છે?’ તો અન્યએ કમેન્ટ કરી કે ‘જો સલમાનભાઈની ઉપર પણ ચોવીસ કલાક કૅમૅરા ચલાવવામાં આવે તો જે જ્ઞાન તે આપી રહ્યો છે એ બધું નીકળી જશે.’ તો વધુ એક ફૅને લખ્યું કે ‘સલમાન ખાન કાંઈ દૂધનો ધોયેલો નથી. કઈ રીતે તેણે ફુટપાથ પર સૂતેલા લોકો પર ગાડી ચલાવી દીધી. એ પણ તો ખોટું હતું.’