06 March, 2023 05:54 PM IST | Mumbai | Gujarati Mid-day Correspondent
ડેઇઝી શાહ
ડેઇઝી શાહ તેની આગામી વેબ-સિરીઝ ‘લાહોર, ધ કિંગડમ’ માટે તલવારબાજી અને હૉર્સ-રાઇડિંગ શીખી છે. આ સિરીઝમાં તે ઍક્શન સીક્વન્સ કરતી જોવા મળવાની છે. એની સ્ટોરી કાશ્મીરની ક્વીન દીદ્દા પર આધારિત છે. તેમણે કાશ્મીરમાં પાંચ દાયકાઓ સુધી શાસન કર્યું હતું. ટૂંક સમયમાં વેબ-સિરીઝનું શૂટિંગ શરૂ કરવામાં આવશે. એની સ્ટોરી વિશે ડેઇઝી શાહે કહ્યું કે ‘સ્ટોરી એટલી તો પ્રેરણાદાયક છે કે મેં તરત જ હા પાડી દીધી હતી. એ સમયમાં મહિલાઓનો દૃષ્ટિકોણ કેવો હતો એ વિશે છે અને આ સિરીઝમાં દેખાડવામાં આવશે કે તેઓ કેવાં પરિવર્તન લાવ્યાં હતાં. આ પ્રોજેક્ટ માટે મારે તલવારબાજી, હૉર્સ-રાઇડિંગ અને અન્ય ઍક્શન સીક્વન્સ શીખવાનાં છે. મારે ખૂબ ટ્રેઇનિંગ લેવાની છે, પરંતુ એક વાતની ખાતરી અપાવું છું કે હું દર્શકોને નિરાશ નહીં કરું.’