05 May, 2023 04:39 PM IST | Mumbai | Gujarati Mid-day Correspondent
ડિમ્પલ કાપડિયા
ડિમ્પલ કાપડિયાનું કહેવું છે કે દર્શકો હવે વધુ ને વધુ ડાર્ક સબ્જેક્ટને પસંદ કરી રહ્યા છે. તેની આગામી વેબ-સિરીઝ ‘સાસ, બહૂ ઔર ફ્લૅમિન્ગો’ આજે ડિઝની + હૉટસ્ટાર પર સ્ટ્રીમ થઈ રહે છે. બંદૂક, ડ્રગ્સ અને અન્ય ઇલીગલ કામને આ શોમાં ડિમ્પલ કાપડિયા કરતી જોવા મળશે.
આ વિશે વાત કરતાં ડિમ્પલ કાપડિયાએ કહ્યું કે ‘આ પ્રકારની કન્ટેન્ટ પહેલેથી જ સિનેમામાં હતી, પરંતુ આજે દર્શકો એને વધુ સ્વીકારી રહ્યા છે અને વધુ હટકે પ્રોજેક્ટ બનાવવામાં આવે એવી રાહ જોઈ રહ્યા છે. સિનેમા સોસાયટીનો આયનો છે અને એ વાતને સ્વીકારવી ખૂબ જ જરૂરી છે. સોસાયટી જ આજે આ પ્રકારની થીમને વધુ ઍક્સેપ્ટ કરી રહી છે. આજે ડાર્ક અને ટૅબૂ સબ્જેક્ટને લોકો વધુ જોવા માગે છે અને એને આપણે ઇગ્નૉર નહીં કરી શકીએ. એક આર્ટિસ્ટ તરીકે અમે આ વિષયને ખૂબ જ સેન્સિટિવ લઈને સ્ક્રીન પર રજૂ કરીએ છીએ. આખરે તો દર્શકો નક્કી કરશે કે તેમને સ્ક્રીન પર શું જોવું પસંદ છે.’