midday

ઍનિમેશનથી આપણે દર્શકોને આકર્ષિત કરી શકીએ છીએ : શરદ કેળકર

06 January, 2024 09:00 AM IST  |  Mumbai | Gujarati Mid-day Correspondent

તેણે ‘ધ લેજન્ડ ઑફ હનુમાન 3’માં રાવણનો અવાજ આપ્યો છે
શરદ કેળકર

શરદ કેળકર

શરદ કેળકરનું કહેવું છે કે આપણે ઍનિમેશન દ્વારા દર્શકોને આકર્ષિત કરી શકીએ છીએ. તેણે ‘ધ લેજન્ડ ઑફ હનુમાન 3’માં રાવણનો અવાજ આપ્યો છે. આ એક ઍનિમેશન શો છે જે ખૂબ જ લોકપ્રિય છે. આ વિશે વાત કરતાં શરદ કેળકરે કહ્યું કે ‘મારું માનવું છે કે ઍનિમેશન દ્વારા આપણે ઘણી લિબર્ટી લઈ શકીએ છીએ. આપણે આપણા ઇમૅજિનેશન દ્વારા કંઈ પણ ક્રીએટ કરી શકીએ છીએ. આપણે ઍનિમેશન દ્વારા સ્ટોરીની આસપાસ એક દુનિયા બનાવી શકીએ છીએ. લાઇવ ઍક્શનમાં એ દેખાડવું મુશ્કેલ છે. ઍનિમેશન દ્વારા ફૅન્ટસી વર્લ્ડ બનાવી શકાય છે અને એથી જ દર્શકોમાં એ ખૂબ જ પૉપ્યુલર છે. હું મારી દીકરી પાસેથી એ શીખ્યો છું, કારણ કે તે જ્યારે ઍનિમેશન જોતી હોય ત્યારે એ જ દુનિયાની અંદર તે હોય છે. જોકે આ શો દ્વારા અમે દરેક ઉંમરના લોકોને આકર્ષિત કર્યા છીએ. ઍનિમેશનમાં પાવર છે કે એ દર્શકોને આકર્ષિત કરી શકે છે.’

Whatsapp-channel
sharad kelkar ramayan hotstar Web Series web series indian television television news