14 June, 2023 03:28 PM IST | Mumbai | Gujarati Mid-day Correspondent
અર્શદ વારસી
અર્શદ વારસીનું કહેવું છે કે પ્રોજેક્ટ ઓટીટી કે પછી થિયેટર્સમાં રિલીઝ થાય એનાથી ઍક્ટર્સને ફરક ન પડવો જોઈએ. અર્શદ વારસીનો વેબ-શો ‘અસુર 2’ હાલમાં જિયો સિનેમા પર સ્ટ્રીમ થઈ રહ્યો છે. તેનું માનવું છે કે ઍક્ટરને સારા પાત્રની ઑફર થઈ હોય તો તેણે રિલીઝ પ્લૅટફૉર્મની ચિંતા ન કરવી જોઈએ. આ વિશે વાત કરતાં અર્શદે કહ્યું કે ‘ઓટીટી ખૂબ જ સારી વસ્તુ છે. એના કારણે ઘણા સારા ઍક્ટર્સને કામ મળી રહ્યું છે. દર્શકોને પણ ઘણા સારા ઍક્ટર્સનું કામ જોવા મળી રહ્યું છે. ફિલ્મો અને ઓટીટી બન્ને અલગ છે અને હંમેશાં અલગ રહેશે. મને સિનેમા અને ઓટીટી બન્ને પસંદ છે. જો તમને સારું કામ ગમતું હોય અને તમને સારું કામ મળી રહ્યું હોય તો પછી એ કયા પ્લૅટફૉર્મ પર રિલીઝ થાય છે એનાથી તમને ફરક ન પડવો જોઈએ.’