IPLનો ધી એન્ડ, ફિલ્મ અને વેબ-શોનું એન્ટરટેઇનમેન્ટ શરૂ

29 May, 2024 11:43 AM IST  |  Mumbai | Gujarati Mid-day Correspondent

ગઈ કાલથી ઍમેઝૉન પ્રાઇમ પર ‘પંચાયત 3’ આવી ગઈ છે

સિરીઝનું પોસ્ટર

ઇન્ડિયન પ્રીમિયર લીગ (IPL)ની ફાઇનલ મૅચ પૂરી થતાં હવે ફિલ્મો અને વેબ-શોનું એન્ટરટેઇનમેન્ટ શરૂ થઈ રહ્યું છે. ગઈ કાલથી ઍમેઝૉન પ્રાઇમ પર ‘પંચાયત 3’ આવી ગઈ છે. ત્યાર બાદ જાહ‍્નવી કપૂર અને રાજકુમાર રાવની ‘મિસ્ટર ઍન્ડ મિસિસ માહી’ રિલીઝ થઈ રહી છે. ૧૪ જૂને કાર્તિક આર્યનની ફિલ્મ ‘ચંદુ ચૅમ્પિયન’ આવી રહી છે. એ જ દિવસે આમિર ખાનના દીકરા જુનૈદ ખાનની ‘મહારાજા’ પણ નેટફ્લિક્સ પર રિલીઝ કરવામાં આવશે એવી ચર્ચા છે. ૨૭ જૂને અમિતાભ બચ્ચન, પ્રભાસ, દીપિકા પાદુકોણ અને કમલ હાસનની ‘કલ્કિ 2898 AD’ને રિલીઝ કરવામાં આવશે. આથી દોઢ મહિનાના બ્રેક બાદ હવે ફરી બિગ બજેટ ફિલ્મો સિનેમાના પડદા પર આવી રહી છે.

indian premier league IPL 2024 web series panchayat janhvi kapoor rajkummar rao kartik aaryan upcoming movie aamir khan netflix entertainment news bollywood bollywood news