16 March, 2023 05:36 PM IST | Mumbai | Gujarati Mid-day Correspondent
આદર્શ ગૌરવ
આદર્શ ગૌરવનું કહેવું છે કે તેના હૉલીવુડના પ્રોજેક્ટ ‘એક્સ્ટ્રાપલેશન્સ’ના પાત્રની તૈયારી માટે તે નાગપુર ગયો હતો. ઍપલ ટીવી+ પર આવેલી રહેલા આ પ્રોજેક્ટમાં તેની સાથે મેરિલ સ્ટ્રીપ અને કિટ હૅરિંગ્ટન જેવા ઘણા ઍક્ટર્સ છે. આ પ્રોજેક્ટના પાત્ર બલરામ હલવાઈની તૈયારી માટે તે નાગપુરના ખેડૂતોની વિધવાઓને મળ્યો હતો. આ વિશે આદર્શે કહ્યું કે ‘સ્ક્રીન પર જે વ્યક્તિ દેખાય છે તેની સાથે ઇમોશનલી કનેક્શન થાય અને તેને સમજી શકાય એમાં હું માનું છું. આ માટે હું નાગપુરનાં ગામડાંઓમાં જઈને ખેડૂતોની વિધવાઓને મળ્યો હતો. તેમની સાથે ઘણી વાત કર્યા બાદ મને એવી ઘણી વાતોની જાણ થઈ હતી જેનો રિપોર્ટ પણ કરવામાં નથી આવતો અને એને ડૉક્યુમેન્ટ પણ કરવામાં નથી આવતું. એનાથી મને પાત્રને સમજવામાં ખૂબ જ મદદ મળી હતી. મને આશા છે કે આ શો દ્વારા મોટાં શહેરોમાં લોકો એ વાત સમજી શકશે કે ઘરે સારું ભોજન મળી રહે એ માટે ખેડૂતોએ અને તેમની ફૅમિલીએ કેટલું સૅક્રિફાઇસ કરવું પડે છે. હું એવી આશા રાખી રહ્યો છું કે આ શો બાદ આ ખેડૂતોની વિધવા અને તેમનાં બાળકોને લાઇફમાં એકસમાન તક મળે અને તેઓ નવેસરથી લાઇફ શરૂ કરી શકે.’