26 December, 2021 03:42 PM IST | Mumbai | Gujarati Mid-day Correspondent
આમિર અલી
આમિર અલી હવે હંસલ મહેતાની વેબ-સિરીઝમાં દેખાવાનો છે. આ સિરીઝનું નામ હજી સુધી નક્કી નથી કર્યું. આ થ્રિલર વેબ-સિરીઝને હંસલ મહેતા અને જય મહેતા સાથે મળીને બનાવવાના છે. હંસલ મહેતાની ફિલ્મ ‘ફરાઝ’માં પણ આમિર જોવા મળવાનો છે. તેને અનેક ઇન્ટરનૅશનલ ઍક્ટર્સ સાથે કામ કરવાની તક મળી છે. વેબ-સિરીઝમાં આમિર સાથે દીપક તિજોરી, ચંદન રૉય સંન્યાલ, રજત કપૂર, વિવેક ગોમ્બર, અમ્રિતા ખાનવિલકર, ગૌરવ પાસવાલ અને હૅરી પરમાર પણ જોવા મળશે. એનુ શૂટિંગ હાલમાં કેપ ટાઉનમાં ચાલી રહ્યું છે. દિલ્હી અને યુક્રેનમાં પણ એનું શૂટિંગ કરવામાં આવે એવી શક્યતા છે. આ સિરીઝ સોમાલિયાના પાઇરેટ્સ પર આધારિત હશે. ડિઝની+હૉટસ્ટાર પર આ શો રિલીઝ થશે. આ સિરીઝને શૈલેશ આર. સિંહ પ્રોડ્યુસ કરશે.