08 April, 2023 07:39 PM IST | Mumbai | Gujarati Mid-day Correspondent
સાસ, બહૂ ઔર ફ્લૅમિંગો
વેબ-સિરીઝ ‘સાસ, બહૂ ઔર ફ્લૅમિંગો’માં સાસુ-વહુના રિલેશનનો અનોખો ડ્રામા લોકોને જોવા મળવાનો છે. ડિઝની+હૉટસ્ટાર પર આ શો પાંચમી મેએ રિલીઝ થવાનો છે. હોમી અડાજણિયાએ ડિરેક્ટ કરેલાં આ શો દ્વારા ડિજિટલ પ્લૅટફૉર્મ પર એન્ટ્રી કરનાર ડિમ્પલ કાપડિયાએ કહ્યું કે ‘શો ‘સાસ, બહૂ ઔર ફ્લૅમિંગો’ની સ્ટોરીમાં બદમાશ મહિલાઓની ટોળી જોવા મળશે. બદમાશ લોકોનું પાત્ર આજ સુધી પુરુષોએ જ ભજવ્યું છે. આ શો એટલો જ વાઇલ્ડ પણ છે જેટલો કે મારા ડિરેક્ટર હોમી અડાજણિયાનું દિમાગ ક્રેઝી છે. તેણે ફૅમિલી ડ્રામાને ઊલટો કરી નાખ્યો છે, જેને તેણે મનમોહક પણ બનાવી દીધો છે.’