22 January, 2020 06:30 PM IST | મુંબઈ
જિમી શેરગિલ
વેબ-સિરીઝ પ્રોડક્શનમાં મોખરાનું નામ ધરાવતી અપ્લોઝ એન્ટરટેઇનમેન્ટની વેબ-સિરીઝથી હવે જિમી શેરગિલ ડિજિટલ વર્લ્ડમાં એન્ટર થવાનો છે. અપ્લોઝની આ વેબ-સિરીઝ હિટ ઍન્ડ રન વિષય પર આધારિત છે. મૂળ એ એક ઇઝરાયલ વેબ-સિરીઝ ‘ક્વોડો’ પર આધારિત છે. એક જજનો દીકરો હિટ ઍન્ડ રનના કેસમાં ફસાય છે. હવે દીકરાને બચાવવાની આખી કવાયત જજ શરૂ કરે છે અને એ કવાયતમાં તે પોતે પણ અંદર ઊતરતો જાય છે. જજ બિશન ખોસલાનું આ કૅરૅક્ટર જિમી શેરગિલ કરશે, જ્યારે જજના દીકરાનું કૅરૅક્ટર ટીવી-ઍક્ટર પુલકિત મકોલ કરશે.
આ પણ વાંચો : ત્રણ વર્ષ પછી પડદા પર કમબૅક કરશે શ્વેતા તિવારી, બિહાઇંડ સીન્સનો વીડિયો વાયરલ
આ વેબ-સિરીઝમાં જિમ્મી અને પુલકિત ઉપરાંત વરુણ બદોલા, મીતા વશિષ્ઠ, યશપાલ શર્મા જેવા સ્ટેજ અને ટીવીના સ્ટાર્સ છે. ઇઝરાયલ શોનું અડૉપ્શન એવી આ વેબ-સિરીઝનું ટેન્ટેટિવ ટાઇટલ ‘યૉર ઓનર’ રાખવામાં આવ્યું છે. જિમી શેરગિલે કહ્યું હતું કે ‘આ વેબ-સિરીઝ આંખો ખોલવાનું કામ કરે એવી છે. જેની હજી લાઇફ શરૂ નથી થઈ એવું બચ્ચું કેવી રીતે બીજાની લાઇફ પર ફુલસ્ટૉપ લગાવી શકે છે એ વાત વેબ -સિરીઝમાં કરવામાં આવી છે.’