06 March, 2023 05:56 PM IST | Mumbai | Gujarati Mid-day Correspondent
સુધાંશુ પાન્ડે
‘અનુપમા’માં વનરાજનો રોલ કરનાર સુધાંશુ પાન્ડેનું કહેવું છે કે તેના પાત્રનો અંદાજ ન લગાવી શકાય. તેના પર લોકોને ક્યારેક પ્રેમ ઊમટે છે તો ક્યારેક લોકો તેને નફરત કરે છે. સ્ટાર પ્લસ પર આવતી આ સિરિયલ લોકોને ખૂબ પસંદ પડી રહી છે. સિરિયલમાં રૂપાલી ગાંગુલી અને ગૌરવ ખન્ના લીડ રોલમાં છે. પોતાના પાત્ર વનરાજને લઈને સુધાંશુ પાન્ડેએ કહ્યું કે ‘વનરાજના કૅરૅક્ટરની સુંદરતા એ છે કે એમાં અનેક સ્તરો તમને જોવા મળશે અને એનો અંદાજ નથી લગાવી શકાતો. સૌથી સારી વાત એ છે કે તે સારો માણસ પણ છે, ખરાબ પણ છે અને મોટા ભાગે હોશિયાર પણ છે. તેનું પાત્ર એટલું તો અદ્ભુત છે કે એ તમને પ્રેમ કરાવશે અથવા તો નફરત પણ કરાવશે. તે તમને મૂંઝવણમાં પણ મુકાવશે કે તેને પ્રેમ કરવો કે પછી નફરત કરવી. તે ખૂબ તકલીફમાંથી પસાર થાય છે અને વિજેતા બનીને બહાર આવે છે, કારણ કે તે હંમેશાં તેના પરિવારને મહત્ત્વ આપે છે. તે ફક્ત ત્યારે જ ઉગ્ર બની જાય છે જ્યારે તેની સાથે જોડાયેલી મહિલાઓ તેને પડકાર આપે છે. તેનો સ્વભાવ ખૂબ જટીલ છે અને આ જ કારણ છે કે કદાચ તે મહિલાઓ સાથે અલગ રીતે વર્તન કરે છે.’