16 October, 2022 03:06 PM IST | Mumbai | Gujarati Mid-day Online Correspondent
વૈશાલી ટક્કર (સૌ. ઈન્સ્ટાગ્રામ)
પ્રખ્યાત ટીવી અભિનેત્રી વૈશાલી ઠક્કર(Vaishali Takkar)એ ગળેફાંસો ખાઈને આત્મહત્યા કરી છે. તે 1 વર્ષથી ઈન્દોરમાં રહેતી હતી. ઘટના અંગે માહિતી મળતા જ પોલીસ ઘટનાસ્થળે પહોંચી હતી અને મૃતદેહને કબજે કર્યો છે. પોલીસને ઘટનાસ્થળેથી સુસાઈડ નોટ મળી આવી છે.
વૈશાલી ઠક્કરે આપઘાત કર્યો
વૈશાલી ઠક્કર છેલ્લા એક વર્ષથી ટીવીથી દૂર હતી અને પોતાના વતન ઈન્દોરમાં રહેતી હતી. માહિતી મળતાં જ પોલીસે ઘટનાસ્થળે પહોંચી લાશને બહાર કાઢી હતી. ઘટનાસ્થળેથી એક સુસાઈડ નોટ પણ મળી આવી છે. કહેવામાં આવી રહ્યું છે કે લવ લાઈફના કારણે અભિનેત્રીએ ફાંસી લગાવવાનો નિર્ણય કર્યો હતો. હાલ તેજાજી નગર પોલીસ સ્ટેશન આ મામલે તપાસ કરી રહી છે.
આ સિરિયલોમાં કામ કર્યું છે
વૈશાલી ઠક્કર છેલ્લા ઘણા સમયથી ટીવી ઈન્ડસ્ટ્રી પર રાજ કરી રહી છે. તેણે એકથી વધુ હિટ સિરિયલોમાં કામ કર્યું છે. તેણે `સુસરાલ સિમર કા` જેવી સિરિયલો અને `યે રિશ્તા ક્યા કહેલાતા હૈ` જેવી ટીવી સિરિયલોથી લોકપ્રિયતા મેળવી હતી. તે `સુપર સિસ્ટર્સ`, `વિશ યા અમૃત`, `મનમહોની 2` અને `યે હૈ આશિકી`માં પણ જોવા મળી છે.
એક મહિનામાં જ તૂટી હતી સગાઈ
ગયા વર્ષે એપ્રિલ મહિનામાં વૈશાલીની સગાઈ થઈ હતી. અભિનેત્રીએ તેના રોકા સેરેમનીનો વીડિયો શેર કરીને ચાહકોને ખુશખબર આપી હતી. અભિનેત્રીની સગાઈ પરિવાર અને નજીકના લોકોની હાજરીમાં થઈ હતી. જો કે, સગાઈના એક મહિના પછી, વૈશાલીએ તેની સગાઈ તોડી નાખી હતીઅને કહ્યું કે તે હવે તેના મંગેતર સાથે લગ્ન કરશે નહીં. લગ્ન કેન્સલ કર્યા બાદ વૈશાલીએ તેના રોકા સેરેમનીનો વીડિયો પણ સોશિયલ મીડિયા હેન્ડલ પરથી ડિલીટ કરી દીધો હતો. વૈશાલીએ આત્મહત્યા કેમ કરી, આ સવાલ દરેકના મનમાં છે. દરેક વ્યક્તિ એ જાણવા માંગે છે કે વૈશાલીની આત્મહત્યા પાછળનું કારણ શું છે. પોલીસ આ મામલે તપાસ કરી રહી છે આશા છે કે ટૂંક સમયમાં કોઈ સુરાગ બહાર આવશે.
ઉલ્લેખનીય છે કે વૈશાલી ઠક્કર એ ટીવી સ્ટાર્સમાંથી એક હતી જે સુશાંત સિંહ રાજપૂતને સારી રીતે ઓળખતી હતી. વૈશાલી ઠક્કરે પણ સુશાંતના મૃત્યુ બાદ અવાજ ઉઠાવ્યો હતો. વૈશાલીએ સુશાંતના મોતને હત્યા ગણાવી હતી. વૈશાલીએ દાવો કર્યો હતો કે રિયા ચક્રવર્તીના કારણે જ સુશાંતનું મોત થયું હતું. જોકે, વૈશાલી ઠક્કરને તે સમયે ખબર નહોતી કે તે પણ સુશાંતની જેમ આવું ભયંકર પગલું ભરવા જઈ રહી છે. લોકો માની શકતા નથી કે વૈશાલી ઠક્કર હવે આ દુનિયામાં નથી.
આ પણ વાંચોઃ સલમાન, શાહરુખ અને આમિર ખાન ડ્રગ્સનો કરે છે નશો, બાબા રામદેવે આપ્યું નિવેદન