24 October, 2021 04:04 PM IST | Mumbai | Gujarati Mid-day Online Correspondent
ફાઇલ તસવીર
ટેલીવિઝન શૉ `યે હૈ મોહબ્બતે` ફેમ `સિમ્મી` એટલે કે અભિનેત્રી શિરીન મિર્ઝા લગ્ન બંધનમાં બંધાઇ ગઈ છે. શિરીન મિર્ઝાએ ગઈ કાલે (23 ઑક્ટોબર) પોતાના લૉન્ગ ટર્મ બૉયફ્રેન્ડ હસન સરતાજ સાથે લગ્ન કર્યા. શિરીનનાં લગ્નમાં તેમનો આખો ઑનસ્ક્રીન પરિવાર પણ સામેલ થવા જયપુર પહોંચ્યો હતો. શિરીનના લગ્નની તસવીરો સોશિયલ મીડિયા પર ઝડપથી વાયરલ થઈ રહી છે. જેમાં એક્ટ્રેસ ખૂબ જ સુંદર દેખાઈ રહી છે.
શિરીન મિર્ઝાએ જયપુરમાં હસન સરતાજ સાથે ધૂમધામથી લગ્ન કર્યા. જેમાં તેને કૉ-એક્ટર્સ પણ સામેલ થવા પહોંચે. શિરીનના લગ્નમાં દિવ્યાંકા ત્રિપાઠી દહિયા અને પતિ વિવેક દહિયા સાથે પહોંચી. આની સાથે અભિનેતા અલી ગોની અને અભિનેત્રી કૃષ્ણા મુખર્જી પણ શિરીન અને હસનના લગ્નમાં પહોંચ્યાં હતા. બધાએ મળીને શિરીનના લગ્ન ખૂબ જ ધૂમધામથી માણ્યાં. તો શિરીનના ઑનસ્ક્રીન ભાઇ અલી ગોનીએ તેનાં લગ્નમાં ભાઈની જેમ જ બધી વિધિઓ કરી.
તો પોતાના લગ્નમાં શિરીન મિર્ઝા ખૂબ જ સુંદર લાગતી હતી. શિરીને પોતાના લગ્નમાં લાલ કલરનો વેડિંગ ડ્રેસ પહેર્યો હતો. લાલ લહેંગાની સાથે તેણે ગોલ્ડન જ્વેલરી ટીમઅપ કરી હતી. જેમાં શિરીન ખૂબ જ સુંદર લાગતી હતી. તો હસન સરતારે પણ ઑફ વ્હાઇટ કલરની શેરવાની પહેરી હતી. આની સાથે જ તેણે સફેદ પાઘડી પહેરી હતી. બન્નેની જોડી લગ્નમાં ખૂબ જ સુંદર દેખાતી હતી.
જણાવવાનું કે લગ્નના એક દિવસ પહેલા મહેંદી, હલ્દી અને સંગીતનો ફંક્શન હતો. જેમાં શિરીન સાથે દિવ્યાંકા, કૃષ્ણા અને અલી ગોનીએ પણ ખૂબ જ એન્જૉય કર્યું. શિરીન મિર્ઝાના ઑનસ્ક્રીન પરિવારે તેમના લગ્નમાં પહોંચીને સોનામાં સુગંધ ભેળવી. નોંધનીય છે કે શિરીન મિર્ઝા અને હસન સરતાર ઘણાં સમયથી એકબીજાને ડેટ કરતા હતા. જેના પછી ઑગસ્ટ મહિનામાં બન્નેએ પરિવારની હાજરીમાં લગ્ન કર્યાં હતાં. તેમની સગાઇની તસવીરો પણ સોશિયલ મીડિયા પર ખૂબ જ વાયરલ થઈ હતી.