20 October, 2021 01:26 PM IST | Mumbai | Gujarati Mid-day Online Correspondent
અભિષેક મલિક/તસવીર સૌજન્ય: મિડ-ડે આર્કાઇવ્સ
યે હૈ મોહબ્બતેં ફેમ ટીવી અભિનેતા અભિષેક મલિકે દિલ્હીમાં એક ભવ્ય સમારોહમાં લગ્ન છે. તેણે ફેશન સ્ટાઈલિસ્ટ સુહાની ચૌધરી સાથે લગ્ન કર્યા છે અને તેના ઈન્સ્ટાગ્રામ પેજ પર તેના લગ્ન અને લગ્ન પૂર્વેની વિધિની તસવીરો શેર કરી છે.
લગ્ન માટે, દંપતીએ હળવા રંગના મેચિંગ ડ્રેસ પસંદ કર્યા હતા. તેણે શેરવાની પહેરી હતી અને તેણીએ ફુલ સ્લીવ્ઝ બ્લાઉઝ સાથે ભારે લેહેંગો પહેર્યો હતો.
આ પહેલા અભિષેકે તેમની સગાઈ સમારોહની તસવીરો પણ શેર કરી હતી. અભિનેતાએ સરસ પોશાક પહેર્યો હતો જ્યારે તેણીએ ગુલાબી ઝભ્ભો પહેર્યો હતો. એક તસવીરમાં આ જોડી કેમેરા માટે પોઝ આપતાં એકબીજાને ચુંબન કરતી જોવા મળે છે.
એક અગ્રણી દૈનિકના જણાવ્યા અનુસાર, દંપતી થોડા સમય માટે એકબીજાને ઓળખતા હતા અને લોકડાઉન દરમિયાન તેમણે સંબંધોમાં નવા પરિમાણોનો અહેસાસ થયો હતો. આ વર્ષે જાન્યુઆરીમાં તેમનો રોકા સમારંભ હતો.
સુહાની વિશે અભિષેક મલિકે અગાઉ દૈનિકને કહ્યું હતું કે “હું સુહાનીને એક મિત્ર દ્વારા મળ્યો હતો અને અમે એકબીજા સાથે વાત કરતાં હતાં. હું તેને લાંબા સમયથી ઓળખું છું, પરંતુ અમારા દિલ્હી અને મુંબઈમાં હોવાને કારણે અમે વધુ મળતા નથી. લોકડાઉન દરમિયાન, હું ઘરે ગયો અને અમે થોડો સમય મળ્યા હતા. ડિસેમ્બર 2019માં, અમે સારો સમય પસાર કર્યો અને સાથે મળીને નવું વર્ષ ઉજવ્યું હતું.”