World Television Day 2022: જાણો ભારતમાં કેમ અને ક્યારથી શરૂ થઈ આ દિવસની ઉજવણી

21 November, 2022 01:09 PM IST  |  Mumbai | Gujarati Mid-day Online Correspondent

ટેલીવિઝન એક એવું માસ મીડિયમ (જન માધ્યમ) છે જ્યાં ઑડિયો વિઝ્યુઅલ કૉમ્યુનિકેશન દ્વારા તમને મનોરંજન, શિક્ષણ, સમાચાર, રાજનીતિ, ગપશપ વગેરેની માહિતી એક જ જગ્યાએ બેસીને મળી જાય છે.

પ્રતીકાત્મક તસવીર

દરવર્ષે 21 નવેમ્બરના વિશ્વ ટેલીવિઝન દિવસ (World Television Day 2022) સેલિબ્રેટ કરવામાં આવે છે. આ દિવસનો ઉદ્દેશ ટેલીવિઝનના મહત્વને લોકો સુધી પહોંચાડવાનો છે. ટેલીવિઝન એક એવું માસ મીડિયમ (જન માધ્યમ) છે જ્યાં ઑડિયો વિઝ્યુઅલ કૉમ્યુનિકેશન દ્વારા તમને મનોરંજન, શિક્ષણ, સમાચાર, રાજનીતિ, ગપશપ વગેરેની માહિતી એક જ જગ્યાએ બેસીને મળી જાય છે. પોતાના આવિષ્કાર બાદ આ શિક્ષણ અને મનોરંજનના સૌથી જરૂરી માધ્યમમાંનું એક રહ્યું.

વિશ્વ ટેલીવિઝન દિવસનો ઇતિહાસ
નવેમ્બર 1996માં, સંયુક્ત રાષ્ટ્ર (UN)એ પહેલા વર્લ્ડ ટેલીવિઝન ફોરમનું આયોજન કર્યું હતું. પ્રમુખ મીડિયા હસ્તીઓ ફોરમનો ભાગ હતી, જ્યાં તેમણે ઇન્ટરનેશનલ લેવલ પર ટેલીવિઝનના વધતા મહત્વ પર ચર્ચા કરી ત્યારે મહાસભાએ દર વર્ષે 21 નવેમ્બરના રોજ વિશ્વ ટેલીવિઝન દિવસ તરીકે ઉજવવાનો નિર્ણય લીધો. 

ટેલીવિઝનનો ઇતિહાસ
ટેલીવિઝનનો આવિષ્કાર એક સ્કૉટિશ ઇનજેનર, જૉન લોગી બેયર્ડે વર્ષ 1924માં કર્યો હતો. ત્યાર બાદ વર્ષ 1927માં ફિલો ફાર્ન્સવર્થે વિશ્વના પહેલા વર્કિંગ ટેલીવિઝનનું નિર્માણ કર્યું હતું, જેને 1 સપ્ટેમ્બર 1928ના પ્રેસ સામે રજૂ કરવામાં આવ્યું. કલર ટેલીવિઝનનું આવિષ્કાર પણ જૉન લોગી બેયર્ડે વર્ષ 1928માં કર્યું હતું. જ્યારે પબ્લિક બ્રૉડકાસ્ટિંગ 1940થી શરૂ થઈ હતી.

ભારતમાં ટીવીનો ઇતિહાસ
1924માં ટીવીના આવિષ્કારના ત્રણ દાયકા બાદ આ ભારતમાં આવ્યું હતું. પ્રેસ સૂચના બ્યૂરો પ્રમાણે, યૂનાઈટેડ નેશન્સ એજ્યુકેશનલ, સાઇન્ટિફિક અને કલ્ચરલ ઑર્ગનાઈઝેશન (UNESCO)ની મદદથી નવી દિલ્હીમાં 15 સપ્ટેમ્બર, 1959ના ભારતમાં ટેલીવિઝનની શરૂઆત થઈ હતી. `ઑલ ઈન્ડિયા રેડિયો` હેઠળ ટીવીની શરૂઆત થઈ હતી અને આકાશવાણી ભવનમાં ટીવીનું પહેલું ઑડિટોરિયમ બન્યું, જે પાંચમા માળે હતું. આનું ઉદ્ઘાટન રાષ્ટ્રપતિ ડૉ. રાજેન્દ્ર પ્રસાદે કર્યું હતું.

આ પણ વાંચો : World Television Day: ‘ધ સિમ્પસન’ એક એનિમટેડ શૉ જેણે અમેરિકામાં જાળવી રાખી ટીવીની લોકપ્રિયતા

ભારતમાં ટીવીના શરૂઆતના સમયમાં સામુદાયિક સ્વાસ્થ્ય, આવાગમન, રોડ નિયમ, નાગરિકોના કર્તવ્યો અને અધિકારો જેવા વિષયો પર અઠવાડિયામાં બે વાર દિવસમાં એક કલાક માટે કાર્યક્રમ ચલાવવામાં આવતા હતા. 1972 સુધી અમૃતસર અને મુંબઈના ટેલીવિઝનની સેવાઓ શરૂ થઈ. જ્યારે 1975 સુધી ભાતના માત્ર સાત શહેરોમાં ટેલીવિઝનની સેવા શરૂ થઈ હતી. તો ભારતમાં કલર ટીવી અને રાષ્ટ્રીય પ્રસારણની શરૂઆત 1982માં થઈ હતી.

80ના દાયકાના અંતમાં, ટેલીવિઝને ભારતને એકત્રિત કરવામાં પણ મદદ કરી, કારણકે અનેક લોકો... હમ લોગ, બુનિયાદ, રામાયણ અને મહાભારત જેવા જાણીતા શૉ જોવા માટે એક જ સ્ક્રીનની સામે એકઠાં થતાં હતાં.

television news indian television