બિગ બૉસની ૧૪મી સીઝનમાં જોવા મળશે માનસી શ્રીવાસ્તવ?

31 August, 2020 08:28 PM IST  |  Mumbai | Mumbai Correspondent

બિગ બૉસની ૧૪મી સીઝનમાં જોવા મળશે માનસી શ્રીવાસ્તવ?

માનસી શ્રીવાસ્તવ

‘ઇશ્કબાઝ’ની માનસી શ્રીવાસ્તવ ‘બિગ બૉસ’ની ૧૪મી સીઝનમાં જોવા મળે એવી શક્યતા છે. દર વર્ષની જેમ આ વખતની સીઝનને લઈને પણ લોકોમાં ખૂબ આતુરતા જોવા મળી રહી છે કે બિગ બૉસના હાઉસમાં કઈ સેલિબ્રિટીઝ જોવા મળવાની છે. અનેક સેલિબ્રિટીઝનાં નામ તો છાશવારે સંભળાતાં હોય છે. જોકે કન્ફર્મ નામની ખબર નથી પડતી. નિયા શર્મા, જસ્મિન ભસીન અને વિવિયન ડિસેનાનું નામ પણ સંભળાતું રહ્યું છે. આ શો ઑક્ટોબરથી શરૂ થાય એવી શક્યતા છે. હવે ‘ઇશ્કબાઝ’માં વિદ્યાની ભૂમિકા ભજવનાર માનસીને પણ અપ્રોચ કરવામાં આવી હતી. એ વિશે માનસીએ કહ્યું હતું કે ‘હા મને અપ્રોચ કરવામાં આવી હતી, પણ ત્યાર બાદ તેમના તરફથી કોઈ પ્રત્યુત્તર નથી આવ્યો.’

television news bigg boss 14 entertainment news