midday

અભિ અને પ્રજ્ઞાની લાઇફમાં ઊથલપાથલ કેમ થશે?

13 June, 2021 01:38 PM IST  |  Mumbai | Harsh Desai

‘કુમકુમ ભાગ્ય’માં પ્રજ્ઞાના ઍક્સિડન્ટ બાદ તે મિસિંગ થશે અને ત્યાર બાદ બે વર્ષનો લીપ લેવામાં આવશે
અભિ અને પ્રજ્ઞાની લાઇફમાં ઊથલપાથલ કેમ થશે?

અભિ અને પ્રજ્ઞાની લાઇફમાં ઊથલપાથલ કેમ થશે?

‘કુમકુમ ભાગ્ય’ હવે બે વર્ષનો લીપ લેવા જઈ રહ્યો છે. છેલ્લાં ૭ વર્ષથી ઝીટીવી પર આવતા આ શોમાં શબ્બીર અહલુવાલિયા (અભિ) અને શ્રુતિ ઝા (પ્રજ્ઞા) લોકોને એન્ટરટેઇનમેન્ટ પૂરુ પાડી રહ્યાં છે. હવે બે વર્ષનો લીપ થતાં અભિ અને પ્રજ્ઞાના જીવનમાં ઘણી ઊથલપાથલ થતી જોવા મળશે. તનુએ અભિ પર કેસ કર્યો છે એથી પ્રજ્ઞા અભિને તેની સાથે સગાઈ કરી લેવાનું કહે છે જેથી તે કેસ પાછો ખેંચી લે. એ દરમ્યાન તેઓ અભિ બેકસૂર હોવાનું પ્રૂફ શોધતાં હોય છે જેથી તેઓ લગ્ન કૅન્સલ કરી શકે. એ દરમ્યાન દર્શકો પ્રજ્ઞાનો ખતરનાક ઍક્સિડન્ટ થતો જોઈ શકશે અને તે  મિસિંગ થઈ જશે. ત્યાર બાદ આ શો બે વર્ષનો લીપ લેશે. આ વિશે શબ્બીર અહલુવાલિયાએ કહ્યું કે ‘છેલ્લાં ૭ વર્ષથી હું લોકોને ‘કુમકુમ ભાગ્ય’ દ્વારા મનોરંજન પૂરું પાડી રહ્યો હોવાનો મને ગર્વ છે. આ શો માટે આ લીપ ખૂબ એક્સાઇટિંગ રહેશે. ભૂતકાળમાં જ્યારે ૭ વર્ષનો લીપ આવ્યો હતો, જે જનરેશન લીપ હતો. જોકે આ લીપ દ્વારા અમારી લાઇફમાં ઊથલપાથલ થઈ જશે. પ્રજ્ઞાનો અકસ્માત થાય છે ત્યારે આ શોમાં શું થશે એ માટે લોકો અસમંજસમાં હશે અને ત્યાંથી શો બે વર્ષનો લીપ લેશે. આ લીપ પછી હું એક જિંદગીથી હારી ગયેલી હોય એવી વ્યક્તિનું પાત્ર ભજવીશ જે તેનાં બધાં પૅશન ખોઈ બેઠો હોય છે. તેની પાસે પૈસા નથી હોતા અને તે તેની લાઇફ ફરી પાટા પર પણ લાવવા નથી માગતો. પહેલાં તેને માટે તેની ફૅમિલી બધું હતું, પરંતુ હવે તેને માટે એ પણ મહત્ત્વ નથી રાખતું. તેને માટે ફક્ત દારૂ જરૂરી હોય છે.’

Whatsapp-channel
harsh desai entertainment news television news