28 January, 2023 03:12 PM IST | Mumbai | Gujarati Mid-day Correspondent
ફરાહ ખાન
ફારાહ ખાનને સોશ્યલ મીડિયા પર ખૂબ જ ટ્રોલ કરવામાં આવી રહી છે. તે આ વખતે સલમાન ખાનની જગ્યાએ ‘બિગ બૉસ 16’ના વીક-એન્ડ કા વારને હોસ્ટ કર્યો હતો. આ શોમાં તેણે પ્રિયંકા ચૌધરી અને ટીના દત્તાને ખૂબ જ સંભળાવ્યું હતું. પ્રિયંકા અને ટીના જે રીતે શોમાં હસી રહ્યાં છે અને જે રીતે મસ્તી કરી રહ્યાં છે એને લઈને શાલીન ભનોતને ગુસ્સો આવી રહ્યો છે. શાલીન અને ફારાહના ખૂબ જ સારા સંબંધ છે. આ શોમાં આવવા પહેલાં શાલીને ફારાહ ખાનને ફોન પણ કર્યો હતો. તેણે તેના ભાઈ સાજિદ ખાનને પણ ફોન કર્યો હતો. આ તમામ વાતોને લઈને સોશ્યલ મીડિયા પર તેને ટ્રોલ કરવામાં આવી રહી છે. લોકોનું કહેવું છે કે તે શાલીનની સાઇડ લઈ રહી છે. તેમ જ કેટલાકનું કહેવું છે કે શાલીન હવે મંડળીમાં આવી ગયો હોવાથી સાજિદનું કામ હવે ફારાહ શોને હોસ્ટ કરીને પૂરું કરી રહી છે. તેમ જ એક યુઝરનું એવું પણ કહેવું છે કે ફારાહ જ્યારે ફૅમિલી વીકમાં આવી હતી ત્યારે તે કહી ગઈ હતી કે શિવ ઠાકરે અને એમસી સ્ટેન પણ તેના ભાઈ છે. આથી આ શોમાં આવીને તેણે શિવની સાઇડ લીધી હોવાનું કહેવામાં આવી રહ્યું છે. તેમ જ બિગ બૉસને પણ પહેલેથી મંડળીને સપોર્ટ કરવા માટે ટ્રોલ કરવામાં આવી રહ્યા છે. છેલ્લા અઠવાડિયામાં પણ કોઈ પણ જાતના યોગદાન વગર બિગ બૉસ દ્વારા નિમ્રત કૌર અહલુવાલિયાને ફિનાલે વીકની ટિકિટ આપી દીધી હતી. આથી બિગ બૉસ અને ફારાહ બન્નેને ટ્રોલ કરવામાં આવી રહ્યાં છે. ટ્વિટર પર તો શેમ ઑન ફારાહ ખાન પણ ટ્રેન્ડ થઈ રહ્યું છે.