11 January, 2023 03:57 PM IST | Mumbai | Gujarati Mid-day Correspondent
તુનિશા શર્મા
શીઝાન ખાનના વકીલે વસઈની કોર્ટમાં સામવારે એવો દાવો કર્યો હતો કે તુનિશા શર્મા સુસાઇડની પંદર મિનિટ પહેલાં ડેટિંગ ઍપ્લિકેશન ટિન્ડર પર વાત કરી રહી હતી. તુનિશાએ સુસાઇડ કરતાં ‘લવ જિહાદ’ના ઍન્ગલના આધારે શીઝાન ખાનને અરેસ્ટ કરવામાં આવ્યો છે. તેની જમાનત માટેનું હિયરિંગ સોમવારે વસઈ કોર્ટમાં કરવામાં આવી હતી. શીઝાનનો કેસ લડતાં તેના વકીલ શૈલેન્દ્ર મિશ્રાએ એવો દાવો કર્યો હતો કે તુનિશા સુસાઇડની પંદર મિનિટ પહેલાં ટિન્ડર પર અલી નામની વ્યક્તિ સાથે વાત કરી રહી હતી. તેનું કહેવું છે કે શીઝાન સાથેના બ્રેકઅપ બાદ તે ટિન્ડર પર આ વ્યક્તિને મળી હતી. તુનિશાએ તેના સુસાઇડ વિશે તેના કો-સ્ટાર પાર્થને પણ કહ્યું હતું અને તેને દોરડું પણ દેખાડ્યું હતું. શીઝાને તેમની વચ્ચેની આ વાતચીત સાંભળી હતી અને એથી જ તેણે તુનિશાની ફૅમિલીને એ વિશે જાણ પણ કરી હતી.