28 October, 2024 08:23 AM IST | Mumbai | Gujarati Mid-day Correspondent
પુણેમાં વડાપાંઉ ખાતાં જોવા મળ્યાં કાર્તિક આર્યન અને માધુરી દીક્ષિત
‘ભૂલભુલૈયા 3’ના પ્રમોશન દરમ્યાન વિદ્યા બાલને ભૂલભૂલમાં કાર્તિક આર્યનની પોલ ખોલી નાખી છે. ‘ધ ગ્રેટ ઇન્ડિયન કપિલ શો’માં ‘ભૂલભુલૈયા 3’ની ટીમ જોવા મળવાની છે અને એ એપિસોડની એક ઝલક હમણાં વાઇરલ થઈ છે. એ ઝલકમાં જોઈ-સાંભળી શકાય છે કે વિદ્યાએ ફિલ્મના શૂટિંગ વખતનું એક સીક્રેટ વાતવાતમાં જાહેર કરી દીધું છે.
કપિલ શર્માના શોના આ પ્રોમોમાં વિદ્યા બાલન કહેતી સંભળાય છે કે શૂટિંગ દરમ્યાન કાર્તિક હંમેશાં ફોન પર રહેતો હતો અને સામેવાળી વ્યક્તિને તે ‘લવ યુ, મી ટૂ... લવ યુ, મી ટૂ’ કહેતો રહેતો હતો. આવું કહીને વિદ્યાએ એવો સંકેત તો આપી દીધો છે કે ‘ભૂલભુલૈયા 3’ના શૂટિંગ દરમ્યાન કાર્તિક કોઈકને ડેટ કરી રહ્યો હતો. કાર્તિક જોકે ઘણા સમયથી પોતે સિંગલ છે એવું જતાવતો આવ્યો છે. કપિલના શોમાં વિદ્યા જ્યારે કાર્તિકને છોકરીનું નામ પૂછે છે ત્યારે તે શરમાઈ જાય છે.
ઉલ્લેખનીય છે કે ભૂતકાળમાં કાર્તિકનું નામ ઘણી હિરોઇનો સાથે જોડાઈ ચૂક્યું છે; જેમાં સારા અલી ખાન, અનન્યા પાંડે અને જાહ્નવી કપૂરનો સમાવેશ છે.
પુણેમાં વડાપાંઉ ખાતાં જોવા મળ્યાં કાર્તિક આર્યન અને માધુરી દીક્ષિત
‘ભૂલભુલૈયા 3’ના પ્રમોશન માટે કાર્તિક આર્યન અને માધુરી દીક્ષિત ગઈ કાલે પુણેમાં હતાં. પ્રમોશન દરમ્યાન તેઓ એક જગ્યાએ વડાપાંઉ ખાતાં જોવા મળ્યાં હતાં.