ટીવી શો ‘વંશજ’ ફેમ અભિનેતા પર મુંબઈમાં હુમલો, કારના કાચ તોડ્યા લૂંટવાનો પ્રયાસ થયો

23 July, 2024 07:20 PM IST  |  Mumbai | Gujarati Mid-day Online Correspondent

Vanshaj Actor Attacked: માહિર પર ગુંડાઓના એક જૂથ દ્વારા હુમલો કરવામાં આવ્યો હતો તેમ જ આ લોકોએ માહિરના કારની તોડફોડ કરી તેને લૂંટવાનો પણ પ્રયત્ન કર્યો હતો.

માહિર પાંધી (તસવીર સૌજન્ય: સોશિયલ મીડિયા)

સબ ટીવી પર આવતા શો ‘વંશજ’ માં દિગ્વિજય મહાજનના રોલ માટે જાણીતો એક્ટર માહિર પાંધીએ  (Vanshaj Actor Attacked) તાજેતરમાં મુંબઈમાં તેના પર થયેલા બનેલી એક ભયાનક ઘટના બાબતે સોશિયલ મીડિયા પર માહિતી આપી હતી. માહિર પર ગુંડાઓના એક જૂથ દ્વારા હુમલો કરવામાં આવ્યો હતો તેમ જ આ લોકોએ માહિરના કારની તોડફોડ કરી તેને લૂંટવાનો પણ પ્રયત્ન કર્યો હતો. માહિરે આ ઘટનાને તેને નુકસાન પહોંચાડવાનો અને તેનો સામાન ચોરવાનો સાચો પ્રયાસ ગણાવ્યો હતો. આ હુમલો ત્યારે થયો જ્યારે માહિર બહાર હતો, અને પરિસ્થિતિ ઝડપથી વણસી ગઈ, જેના કારણે તે હચમચી ગયો હતો. જો કે તેને કોઈ ઇજા ન થતાં ઘટનામાં કોઈ મોટું નુકસાન ન થયું હતું. પોતાની સાથે ભયાનક અનુભવ થયો હોવા છતાં, માહિરે ગંભીર ઈજાથી બચવા બદલ આભાર વ્યક્ત કર્યો અને આવી પરિસ્થિતિઓમાં દરેકને જાગ્રત અને સાવધ રહેવા વિનંતી કરી.

માહિરે તેની સોશિયલ મીડિયા પોસ્ટમાં લખ્યું હતું કે, “આજે મારા પર ધોળી બપોરે બે રેન્ડમ ગુંડાઓ દ્વારા હુમલો કરવામાં આવ્યો. તેઓએ મારી કારની વિન્ડોઝ તોડવાનો પ્રયાસ કર્યો અને બાજુના અરીસાઓ પણ (Vanshaj Actor Attacked) તોડી નાખ્યા. ના, આ રોડ રેજ નહોતું કારણ કે આવું કંઈ થયું નથી. આ તોડફોડ કરવાનો જ પ્રયાસ હતો અથવા મને લૂંટનો પ્રયાસ થયો હોઈ શકે છે.” માહિરના ચાહકો અને તેના ફ્રેન્ડ્સ તેની આસપાસ એકઠા થયા છે. તેમ જ માહિરનું સમર્થન કરી લોકોએ તેની સુરક્ષા માટે ચિંતા વ્યક્ત કરી હતી. આ ઘટના સાર્વજનિક જગ્યાઓમાં સલામતી અંગે વધતી જતી ચિંતા અને સુરક્ષાનાને વધારવાની જરૂરિયાતને દર્શાવે છે.

માહિર પાંધીના વર્ક ફ્રન્ટની વાત કરીયે તો એક અભિનેતા તરીકે તેણે ટેલિવિઝન શોમાં અનેક ભૂમિકાઓ ભજવી છે. તે હાલમાં ‘વંશજ’ માં તેમના અભિનયથી ખૂબ જ પ્રખ્યાત થયો છે. આ શોમાં તે એક જટિલ અને આકર્ષક પાત્ર ભજવી રહ્યો છે. માહિર ‘વંશજ’ (Vanshaj Actor Attacked) ઉપરાંત, ‘છોટી સરદાર’ની સહિત અનેક પોપ્યુલર ટીવી શોમાં પણ જોવા મળ્યો હતો. ઉલ્લેખનીય છે કે આવી જ એક ઘટના પહેલી જૂનની રાત્રીએ અભિનેત્રી રવિના ટંડન પર પણ આ જ પ્રકારનો હુમલો થયો હતો. જ્યારે રવિના બાંદ્રા વિસ્તારમાં પોતાની કારમાં જઇ રહી હતી તે દરમિયાન તેના સાથે ત્રણ લોકોએ દુર્વ્યવહાર કર્યો તેમ જ તેણે ત્રણ મહિલાઓને સામે અભદ્ર શબ્દો ઉચ્ચાર્યા હોવાનો આરોપ કરવામાં આવ્યો હતો અને મારપીટ કરવાનો પણ આરોપ મૂકવામાં આવ્યો છે. આ ઘટના દરમિયાન રવિનાને લોકોએ ઘેરી લીધી હતી પરંતુ તેને કોઈપણ ઇજા થઈ નહોતી.

sab tv television news indian television mumbai crime news entertainment news raveena tandon