22 May, 2023 04:59 PM IST | Mumbai | Gujarati Mid-day Online Correspondent
ફાઇલ તસવીર
સ્ટારપ્લસ તેના દર્શકો માટે `તિતલી` (Titli) નામની એક અનોખી અને પહેલાં ક્યારેય ન જોઈ હોય તેવી લવ સ્ટોરી લાવી રહી છે. આ શૉ તમને રોમાન્સ વિશે ફરીથી વિચારવા માટે મજબૂર કરશે, કે ખરેખર પ્રેમ શું છે. આ શૉ સાથે સ્ટારપ્લસે પ્રતિભાશાળી અભિનેત્રી નેહા સોલંકીને લોન્ચ કરી છે. નેહા સોલંકી (Neha Solanki) તિતલીમાં મુખ્ય પાત્ર ભજવતી જોવા મળશે. તિતલી એક ટ્વિસ્ટેડ લવ સ્ટોરી છે, જ્યાં તિતલી એક મસ્તીખોર-પ્રેમાળ અને ઉત્સાહી છોકરી છે, જે તેના આદર્શ જીવનસાથીને શોધવા અને તેની સાથે એક જીવન માગે છે.
આ શૉમાં તિતલીનું પાત્ર ભજવતી નેહા સોલંકી એક સરળ, મધ્યમવર્ગીય ગુજરાતી પરિવારમાંથી આવે છે. નેહા મૂળ નૈનિતાલની છે, તે ગુજરાતી ભાષાથી પરિચિત નથી, પરંતુ નેહાએ સેટ પર પોતાને તિતલી તરીકે ઢાળવા અને ભાષા સમજવા માટે ગુજરાતી ભાષા શીખી છે.
પોતાનો અનુભવ શૅર કરતાં નેહા કહે છે, “મારા માટે આ ખૂબ જ અલગ પણ નવો અનુભવ છે. મને નવી વસ્તુઓ શીખવાની મજા આવે છે અને ગુજરાતી શીખવું એ તેમાંની એક છે. નવા દિવસ સાથે હું ગુજરાતીમાં એક નવો શબ્દ શીખું છું. હું તાજેતરમાં જ ‘સરસ’ શબ્દ શીખી છું. હું તિતલી શૉમાં એક ગુજરાતી છોકરીની ભૂમિકા ભજવી રહી હોવાથી, મારે આ ભાષા શીખવી પડી કારણ કે હું નૈનિતાલની છું અને મને ગુજરાતી આવડતું ન હતું.”
અભિનેત્રીએ ઉમેર્યું કે, “હું તિતલી તરીકે મારી જાતને સ્વીકારવા માટે ગુજરાતી શીખી રહી છું. અમારા સેટ પર એક ટ્યુટર પણ છે જે મને ગુજરાતી શીખવે છે. ગુજરાતી શીખવું એટલું મુશ્કેલ નથી. જ્યારે મને વસ્તુઓ શીખવામાં રસ હોય ત્યારે તમામ અવરોધો ચમત્કારમાં ફેરવાઈ જાય છે. હવે હું ગુજરાતી વાંચી પણ શકું છું. હવે મને લાગે છે કે હું ગુજરાતી જ છું – જોકે, હું નથી. નવી ભાષા શીખવાનો અદ્ભુત અનુભવ રહ્યો છે.”
આ પણ વાંચો: TMKOC:‘મને માખીની જેમ ફેંકી દીધી’ હવે રીટા રિપોર્ટરે કર્યા મેકર્સ પર આકાર પ્રહાર
ઉલ્લેખનીય છે કે સ્ટાર પ્લસ તેના દર્શકોને રસપ્રદ સામગ્રી પીરસવા માટે જાણીતું છે. અહીં દર્શકો અનુપમા, યે રિશ્તા ક્યા કહેલાતા હૈ, તેરી મેરી ડોરિયાં, ઇમલી, ચાશણી અને ફાલતુ જેવા આકર્ષક શૉનો આનંદ માણે છે. હવે આ જ ક્રમમાં તિતલી પણ જોડાવા જઈ રહી છે.