26 December, 2022 12:26 PM IST | Mumbai | Gujarati Mid-day Online Correspondent
તુનિષા શર્મા
20 વર્ષની ઉંમરે તુનિષા શર્મા (Tunisha Sharma)એ આત્મહત્યા કરીને જીવનનો અંત આણ્યો હતો. તુનિષાના મૃત્યુથી દરેક જણ આઘાતમાં છે, અભિનેત્રીએ આટલું ભયાનક પગલું કેવી રીતે લીધું તે કોઈ સમજી શક્યું નથી. જોકે, ઈન્ડસ્ટ્રીમાં આ પહેલીવાર નથી. ઘણા સમયથી ઈન્ડસ્ટ્રીમાં આત્મહત્યાના કિસ્સાઓ વધી રહ્યા છે, જેણે બધાને હચમચાવી દીધા છે. તે જ સમયે, તુનિષાના મૃત્યુ પછી સેટ પરના દરેક લોકો તેનાથી ડરી ગયા છે.
SIT તપાસની માંગ
મીડિયા રિપોર્ટ્સ અનુસાર, ઓલ ઈન્ડિયા સિને વર્કર્સ એસોસિએશનના પ્રેસિડેન્ટ સુરેશ શ્યામલાલ ગુપ્તાએ કહ્યું છે કે તુનિષાના મૃત્યુ બાદ તે સેટ પર ગયા અને ત્યાં બધા ડરી ગયા છે. તેમનું કહેવું છે કે ત્યાં ચોક્કસપણે કંઈક ખોટું છે અને તપાસમાં ઘણું બધું બહાર આવશે. સાથે જ તેમણે આ મામલે SITની પણ માંગ કરી છે.
આ પણ વાંચો: અલી બાબા: દાસ્તાન-એ-કાબુલ ફેમ અભિનેત્રીએ શૂટ દરમિયાન ગળેફાંસો ખાઈ કર્યો આપઘાત
મહિલા સુરક્ષા પર પ્રશ્ન
સુરેશ શ્યામલાલ ગુપ્તાએ કહ્યું, `સરકારે આ મામલામાં ધ્યાન આપવું જોઈએ અને SITની રચના કરીને તેની તપાસ કરવી જોઈએ. આ કેસમાંથી ઘણું બહાર આવશે. સેટ પર મહિલાઓ સુરક્ષિત નથી. સેટ એકદમ અંદર છે અને લોકો ત્યાં જતા ડરે છે. તે જ સમયે, આ કિસ્સામાં ઓલ ઈન્ડિયન સિને વર્કર્સ એસોસિએશને પણ ઉદ્યોગમાં વધતા આત્મહત્યાના કિસ્સાઓ અંગે ચિંતા વ્યક્ત કરી હતી.`
આ પણ વાંચો: શીઝાન ચોક્કસ કાંઈક છુપાવી રહ્યો છે
તુનિષા શર્માએ 24મી ડિસેમ્બરે શોના સેટ પર પોતાનુ જીવન ટૂંકાવ્યું. અભિનેત્રીએ કો-સ્ટાર શીઝાન ખાનના મેક-અપ રૂમમાં ફાંસી લગાવી લીધી હતી. તુનીષાની માતાએ તેના મૃત્યુ માટે તેના પૂર્વ બોયફ્રેન્ડ શીઝાન ખાનને જવાબદાર ગણાવ્યો હતો. શીજાન ખાન પર આત્મહત્યા માટે ઉશ્કેરવાનો કેસ દાખલ કરવામાં આવ્યો છે અને હાલમાં તે પોલીસ કસ્ટડીમાં છે. તે જ સમયે આવતીકાલે એટલે કે 27 ડિસેમ્બરે તુનીશાના અંતિમ સંસ્કાર કરવામાં આવશે.